નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સૂચના હેઠળ પોલીસ અધિક્ષક બલરામ મીણાનાઓએ જિલ્લા તથા જિલ્લા બહાર તેમજ રાજ્ય બહારના લૂંટ ધાડ તેમજ ઘરફોડ ચોરી, શરીર સંબંધી ગંભીર પ્રકારના ગુનાઓમાં તેમજ પ્રોહિબીશનના તથા અન્ય ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા સારું LCB ની ટીમને જરૂર સૂચના અને માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને LCB / SOG / પેરોલ ફર્લો સ્વોર્ડની ટીમ જિલ્લામાં તેમજ મધ્યપ્રદેશ રાજ્યમાં રહેતા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમાં કાર્યરત હતી. તે દરમિયાન LCB P.I. એમ.કે. ખાંટનાઓની સુચના મુજબ SOG PSI જે.બી. ધનેસા તથા LCB SOG, પેરોલ સ્કોર્ડની ટીમ મધ્યપ્રદેશ રાજ્યમાં કાર્યરત હતી તે દરમિયાન ધાનપુર પોલીસ સ્ટેશન પ્રોહી કલમ ૬૫ઈ, ૮૧, ૯૮(૨), ૧૧૬ મુજબ ગુનાઓમાં નાસતો ફરતો આરોપી મયુરભાઈ સંતોષભાઈ રાઠોડ રહે વરઝરન તાલુકો બાબરા જીલ્લો અલીરાજપુરમાં ને બાદમે આધારે મધ્યપ્રદેશ રાજ્યમાંથી રીતે આયોજન બંધ વોચ ગોઠવી ઝડપી પાડી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવા સારું ધાનપુર પોલીસ સ્ટેશનને સોપવા તજ કરે આમ છેલ્લા એક વર્ષથી ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનામાં વોન્ટેડ આરોપીની મધ્યપ્રદેશ રાજ્યમાંથી ઝડપી પાડવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળેલ છે.
HomeDahod - દાહોદછેલ્લા એક વર્ષથી ધાનપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશ રાજ્યમાથી...