નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડા પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓએ તથા જિલ્લા પોલીસ અધિક્ષક દાહોદ બલરામ મીણાનાઓની સૂચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા લીમખેડા વિભાગ લીમખેડાનાઓએ તથા સર્કલ P.I. બી.બી.બેગડિયાનાઓએ મહિલા તથા બાળકોની સલામતી તેમજ સુરક્ષા માટે અલગ અલગ ટીમો બનાવી ઝડપથી કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.ગઈ તા.૨૩/૦૫/૨૦૨૨ ના રોજ રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં P.S.I. ડી.જી. વહોનીયાનાઓ નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલ હતા, તે દરમિયાન ફરતા ફરતા કાળિયારાઈ ના જંગલમાંથી પસાર થતા રસ્તા ઉપર એક બહેન દયનીય હાલતમાં રસ્તા ઉપર ફરતા હોઈ તેમને ઊભા રાખી પૂછપરછ કરતા અસ્થિર મગજના જણાતા હોઈ તથા યોગ્ય જવાબ આપતા ન હોય અને આજુબાજુના જંગલ વિસ્તાર છવાયેલો હોય અને જંગલી જાનવરનો ભય હોય જેથી તેમને પોલીસ સ્ટેશન લાવી S.H.E. ટીમના પોલીસ માણસો સાથે રાખી પૂછપરછ કરતા પોતાનું નામ મેમલાબેન જે મોનાડુંગરી ગામના વેલાભાઈ મોતીભાઈ ભાભોરની પત્ની રાજસ્થાનના હોવાનું જણાવતા સદર માહિતી આધારે મોનાડુંગરી ગામના નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરતાં મોનાડુંગરી ગામ ના સરપંચના ભાઈ મોતીલાલ હવજીભાઈ ડામોર સાથે વાતચીત થતાં સદર બહેન છેલ્લા ત્રણ માસથી કોઈને કહ્યા વગર ઘરેથી ક્યાંક જતા રહેલ અને અસ્થિર મગજના હોય જેથી તેમના વાલી વારસનો સંપર્ક કરતાં બહેન મેમલાબેન વા/ઓ વેલાભાઇ મોતીભાઈ ભાભોરનાઓને સહી સલામત તેમના પતિને સોંપેલ છે.
છેલ્લા ત્રણ માસથી અસ્થિર મગજના ગુમસુદા બહેનને શોધી તેના પરિવારજનો સાથે મિલન કરાવતી રણધીકપુર પોલીસ
RELATED ARTICLES