SANDIP PATEL – BAYAD (ARVALLI)
અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી કોમ્પ્યુટર અને LCD ચોરીના ગુનાઓને અંજામ આપી નાસતા ફરતા ત્રણ આરોપીઓને LCBએ શામળાજી રતનપુર બોર્ડર પાસેથી ઝડપી ભિલોઙા જેલ હવાલે કરાયા હતા અને કોર્ટે આરોપી ઓના રીમાન્ડ મંજુર કરતાં ચોરોએ મેઘરજ તાલુકાના ચાર ગુન્હા કબુલ્યા હતા જેમાં ૩ શાળાઓમાંથી LCD અને એક પંચાયતમાંથી કોમ્પ્યુટરની ચોરી કરી હોવાનુ કબુલતાં આરોપીઓને ટ્રાન્સફર વોરંટ દ્વારા મેઘરજ પોલીસ મથકે લાવી કોર્ટમાં રજુ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.