જમીનના રિ-સર્વેમાં ભુલોના કારણે ખેડુતોને પડતી મુશ્કેલી ઓના વિરોધમાં આજે સમગ્ર જિલ્લામા, તાલુકા મથકોમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તા દ્વારા મામલતદાર કચેરીઓમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેને લઇને આજ રોજ
વિરમગામ શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા જમીનના રિ-સર્વેમાં ભુલોના કારણે ખેડુતોને પડતી મુશ્કેલીઓના વિરોધમાં વિરમગામ સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો.
આવેદનપત્રમાં જણાવાયું છે કે સમગ્ર રાજ્યમાં કુલ 1.25 કરોડ જેટલાં સર્વે નંબરોની માંપણી ખાનગી એજન્સીઓએ કરી હોવાનો સરકાર નો દાવો છે આ તમામ માંપણી ખોટી હોવા છતાં તેનાં મોટાં ભાગના પ્રમોલગેશન કરવાની જોગવાઈ છે. તેમજ સરકારે સંપાદિત કરેલ જમીન નવાં તળાવો ચેકડેમ, નવાં સરકારી રસ્તાઓ ગાડામાર્ગ, વોકળા સરકાર હેતું ફેર કરેલ છે. જમીન નવી શરતોમાંથી જુની શરતોમાં ફેરફાર, જમીન વગેએ હુકમોના આઘારે લેન્ડ રેકોર્ડ દુરસ્ત કરવું જોઈએ તે કરેલ નથી. નવી માંપણીના કારણે ખેડુતોની જમીન મોટે ભાગે પાયે વઘઘટ થયેલ છે. વઘુમાં આવેદન પત્ર માં જણાવ્યું છેક તાત્કાલિક અસરથી નવી માંપણી અને નવી માંપણીને આઘારે પ્રમોલગેશન રદ કરવાં જુની માપણી અને તેને આધારે બેનલ લેન્ડ રેકોર્ડઝની માન્યતાં ચાલું રાખવાં અને ભ્રષ્ટાચારની તપાસ કરવાં હાઇકોર્ટે સીટીંગ જજનુ તપાસ પંચ નીમીને ખેડુતોને ન્યાય આપવા ખાતરીની માંગ કરી છે. તેમજ ભાજપની સરકારની ખેડુતો વિરોઘી નિતીના કારણે છેલ્લા 15 વર્ષમાં ખેડુત આર્થીક પાયમાલ થયા છે ખેડુતોને પેદાષ ના પોષણક્ષમ ભાવ નથી મળતા મોંઘી વિજળી, મોંઘા બિયારણો, ખાતર અને ચિંચાઇના પાણીની તકલીફ ના કારણે ખેડુત પરેશાન છે. તેવા સંજોગોમાં તાત્કાલિક ખેડુતોના દેવા માફ કરવાંની કૉંગ્રેસની માગ સાથે આવેદનપત્ર આપ્યુ હતુ. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અમદાવાદ જિલ્લાના સદસ્ય નટુજી ઠાકોર, વિરમગામ તાલુકા પ્રમુખ દેવેન્દ્ર સિંઘવ, શહેર પ્રમુખ પુલકીત વ્યાસ, સહિત તાલુકાના કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.