જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ પર થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં દાહોદના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને પાકિસ્તાનનું પુતળા દહન કરી રેલી પ્રાંત અધિકારી કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું.
કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ પર ઇસ્લામિક આતંકવાદી હુમલો થયો હતો. જેમાં હિન્દુઓને તેમના ધર્મ વિશે પૂછવામાં આવ્યું અને તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. જેના કારણે દાહોદનો સમગ્ર હિન્દુ સમાજ રોષે ભરાયેલો છે, અને ત્યાર બાદ આના વિરોધમાં દાહોદ નગરપાલિકા થી માણેક ચોક થઈને એક વિશાળ રેલી કાઢવામાં આવી અને ત્યારબાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૂતળા પાસે ચોકડી પર પાકિસ્તાનનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ આ રેલી સ્વરૂપે તમામ હિન્દુ સમાજના અગ્રણીઓ પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રેલીનું સમાપન કરેલ.
આ વિરોધ નોંધાવવા માટે, દાહોદ શહેરના તમામ ધાર્મિક, રાજકીય સંગઠનો, તમામ મંડળો, સમિતિઓ, તમામ હિન્દુ સમાજના ભાઈઓ – બહેનો તા અનેક નામી અનામી વ્યક્તિએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.