Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદ જાગૃત રહી ને તહેવારો ઉજવવાની અપીલ કરતી દાહોદ પોલીસ   

 જાગૃત રહી ને તહેવારો ઉજવવાની અપીલ કરતી દાહોદ પોલીસ   

Picture 001
NewsTok24 – Keyur Parmar – Dahod
              દાહોદ જીલ્લા પોલીસ વડા મયંકસિંહ ચાવડા ની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગ દર્શન હેઠળ દાહોદ ટાઉન પી આઈ ભટ્ટ ધ્વારા અગામી દિવસો માં નવરાત્રી ના તહેવારો ને ધ્યાન માં રાખી પ્રજાના હિત માં પી આઈ એ નીચેના મુદ્દાઓ ને લઇ પ્રજા ખાસ તકેદારી લે જેથી કે તેઓ તેહ્વારો ને શાંતિ થી અને મુશ્કેલી વગર ઉજવી શકે.
1) નવરાત્રી દરમિયાન બહાર ગરબા રમવા જતી બેહનો ને વિનંતી કે બને ત્યાં સુધી તેઓ એકલા જવાનું ટાળે અને જો જાય તો કોઈ અજાણી વ્યક્તિ કે રોમિયો પીચો કરે તો તરત 0267320100 ઉપર પોલીસ ને જાણ  કરે.

2)ગરબા જોવા નીકળતા તમામ લોકો એ પોતાની Bike ને સ્ટીએરીંગ લોક કરવાનુ , બને ત્યાં સુધી પાર્કિંગ એવી જગ્યા એ કરવું કે Bike તમારી નઝર ની સામે  રહે. અને જો એવું ના હોય તો ગરબા આયોજકો દ્વારા રખાયેલ પાર્કિંગ માં પાર્ક  કરવી .

3) રાત્રીના ગરબા જોવા જવાના હોય  ત્યારે અથવા તો બહાર જવાનું હોય ત્યારે ઘર નું  જોખમ બેંક નાં લોકેર્સ માં મૂકી ને જવું અને પોલીસ ને જાણ  કરવી કે બહાર જવાના છીએ .
4)બજારો માં ખરીદી કરવા નીકળો ત્યારે વાહનો ની ડીક્કીમા  જોખમ રાખી ને ફરવું નહિ.
5) જો કોઈ પણ વ્યક્તિ નો તમારા ઉપર ફોન આવે કે તમારૂ એકાઉંનટ બંધ કરવામાં આવેછે તમારો ખાતા નંબર આપો અથવા તો તમારો atm પીન નો નંબર માંગે તો આપસો નહિ
        જો આપડે પોતાને  આટલી બાબતો  થી પરિચિત રાખી  અને તેને થોડીક સારી અને જવાબદારી પૂર્વક તેનું પાલન કરીશું તો આપડે આ તહેવારો ની ઊજવણી ખુબ સારી રીતે અને  હરશોઉલ્લાસ સાથે ઉજવી શકીશું તેવું NEWSTOK24 નાં માધ્યામ થીદાહોદ ટાઉન પી આઈ ભટ્ટ ધ્વારા જાહેર જનતા ને જાણવામાં આવેલ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments