Thursday, January 2, 2025
Google search engine
HomeDahod - દાહોદજિલ્લાના નાગરિકોની સુરક્ષા-સુવિધા માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની અધ્યક્ષતામાં ઈ -...

જિલ્લાના નાગરિકોની સુરક્ષા-સુવિધા માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની અધ્યક્ષતામાં ઈ – એફ.આઇ.આર. સહિતની ચાર સુવિધાઓનો પ્રારંભ કરવાયો

  • જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ નાગરિકોની સલામતી માટે લોકાર્પિત કરાયેલી ચાર સુવિધાઓ વિશે પોલીસકર્મીઓને માહિતગાર કર્યા.

રાજ્યના નાગરિકોની સલામતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વધુ ચાર ટેકનોલોજી આધારિત સુવિધાઓનું લોકાર્પણ ગત રવિવારે કરાયું હતું ત્યારે દાહોદનાં જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતેથી જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા સહિતના પોલીસ અધિકારીઓ તેમજ પોલીસકર્મીઓ આ કાર્યક્રમમાં ટેકનોલોજીના માધ્યમથી સહભાગી થયા હતા.

જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ કેન્દ્રીય ગૃહમંત્રી એ લોકાર્પિત કરેલી ચાર નવી સેવાઓ-સુવિધાઓ વિશે વિગતે વાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ ગાંધીનગરથી ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અને પોર્ટલ ઉપર ઇ-એફઆઇઆર સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તે ઉપરાંત સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ માટે રાજ્ય કક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્યમાં માનવ તસ્કરી અને બાળ તસ્કરી સહિતના ગુનાઓ પર અંકુશ લાવવા અને આવા ગુનાઓનું ઝડપી ડિરેકશન થાય તેવા ઉદ્દેશ સાથે લાવવા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે ૪૦ – જીપ અને ૪૦ બાઈક મળી કુલ -૮૦ વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસને આપવામાં આવેલા ૧૦,૦૦૦ બોડી વોર્ન કેમેરાનું રાજ્ય વ્યાપી રોલ આઉટ કરાયું છે.
આ વેળાએ A.S.P. જગદીશ બાંગરવા, Dy.S. P. એસ.જે. બેન્કર, લીમખેડા Dy.S. P. રાજેન્દ્ર દેવધા, તમામ પોલીસ ઇન્સપેક્ટર, પીએસઆઇ સહિતના પોલીસ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ઇ-એફઆઇઆર પ્રણાલી વિશે વિગતે જાણો
વાહન ચોરી અને મોબાઇલ ચોરી જેવા બનાવોમાં નાગરિકોની ફરિયાદ દાખલ કરવામાં વિલંબ ન થાય અને આવી ફરિયાદ કરવા માટે નાગરિકોને પોલીસ સ્ટેશનોના ધક્કા ન ખાવા પડે તે માટે ઇ-એફઆઇઆરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાજ્યના નાગરિકોએ આ સેવાનો ઉપયોગ કરવા માટે ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અથવા પોર્ટલ ઉપર જવાનું રહેશે અને તેમાં e – FIR કરવાની રહેશે. e – FIR નોંધાયાના ૪૮ કલાકમાં પોલીસ ફરીયાદીનો સંપર્ક કરશે અને વાહન ચોરી / મોબાઇલ ફોન ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે તથા ૨૧ દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રીપોર્ટ મોકલશે.

આ ઓનલઈન ફરીયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને E-mail / SMS થી કરવામાં આવશે. સાથે – સાથે પોલીસ દ્વારા વીમા કંપનીને પણ E-mail / SMS દ્વારા જાણ કરાશે જેથી ફરીયાદીને તેના વાહન / મોબાઇલ ચોરી અંગેના વીમાનો ક્લેઈમ સરળતાથી મળી શકે. e – FIR ઓનલાઈન સેવા હોવાથી લોકોને પોલીસ સ્ટેશન જઈ ફરીયાદ નોંધાવાની જરૂર નહી રહે. નાગરિકોના સમયનો બચાવ થશે અને ફરીયાદોનો ત્વરીત નિકાલ થશે. આમ, ટેક્નોલોજી આધારિત આ ફેસલેસ વ્યવસ્થાથી નાગરિકોની સુગમતામાં વધારો થશે અને વધુ ઝડપથી અને વધુ પારદર્શી રીતે પોલીસ સેવા લોકો સુધી પહોંચાડી શકાશે.

હાલમાં પણ ઘરઘાટીની નોંધણી, ભાડુઆતની નોંધણી, ગુમ વ્યક્તિની જાણ, અલગ પ્રકારના લાઇસન્સ જેવી અનેક પ્રકારની પોલીસ સેવાઓની ઓનલાઇન કામગીરી માટે ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અને પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. જેમાં વધુ એક સેવા એવી e- FIR નો ઉમેરો થયો છે. e – FIR સેવાનું રાજ્ય કક્ષાના CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે સંકલન કરવામાં આવેલ છે. જેથી e – FIR નોંધાય એટલે તેની જાણ CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને થાય છે. જેથી બાદમાં જ્યારે પણ ચોરાયેલ વાહનો કોઈ ગુનેગાર લઈને જાહેર રસ્તા પરથી પસાર થતાં હોય ત્યારે તે વાહન નંબર CCTV કમાંડ એન્ડ કંટ્રોલ ખાતે તરત જ ફલેશ થશે અને તેના થકી ચોરીનું વાહન અને આરોપીની ઓળખ થઇ શકવાથી ગુનો જલ્દી ઉકેલી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments