Thursday, October 31, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાજિલ્લા આચાર્ય સંઘના મહામંત્રીની અધ્યક્ષતામાં QDC કન્વીનર દ્વારા ફતેપુરાના સુખસર ખાતે SSC...

જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રીની અધ્યક્ષતામાં QDC કન્વીનર દ્વારા ફતેપુરાના સુખસર ખાતે SSC અને HSC ની પરીક્ષાને ધ્યાનમાં લઇ સ્થળ સંચાલકો સાથે મીટીંગ યોજાઈ

ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા SSC અને HSC ની પરીક્ષા તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ દરમિયાન યોજનાર છે, ત્યારે ફતેપુરા તાલુકાના સુખસર કેન્દ્ર ખાતે સ્થળ સંચાલકો અને સમગ્ર આચાર્યની પરીક્ષા અનુલક્ષી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. આ મિટિંગ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી અલ્કેશ આર. પ્રજાપતિની અધ્યક્ષતામાં અને QDC કન્વીનર ઝાલા દ્વારા SSC અને HSC ના સ્થળ સંચાલકોનું બોર્ડની ગાઈડ લાઈન અનુસાર કોઈપણ બાબતની ગેરરીતી ના થાય તે બાબતો પર ખાસ ધ્યાન દોરવા માટેના સૂચનો કર્યા સાથે પરીક્ષાલક્ષી સંપૂર્ણ માહિતી આપવામાં આવી.

આચાર્ય સંઘના મહામંત્રી અલ્કેશ આર. પ્રજાપતિએ સૂચન કર્યું કે દરેક આચાર્યોએ પોતાના સ્ટાફના તમામ કર્મચારીઓને બોર્ડના નિયમોં જણાવી તટસ્થ રીતે પરીક્ષા લેવામાં આવે તે બાબતનુ માર્ગદર્શન આપવું અને પેપર લીક જેવી ઘટનાઓ ના બને તેની સંપૂર્ણ જવાબદારી ખંડ નિરક્ષક અને સ્થળ સંચાલકની રહેશે. જે બાબતનો ઉપર ધ્યાન દોરવા સૂચન કર્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments