મહિલા અને બાળવિકાસ વિભાગ મંત્રાલયના માર્ગદર્શનમાં નિયામક, ICDS ગાંધીનગર. અને નિયામક, આયુષની કચેરી ગાંધીનગરના નિર્દેશનમાં તથા પ્રોગ્રામ ઓફિસર ICDS દાહોદ ઇરાબેન ચૌહાણ અને જિલ્લા આયુર્વેદ અધિકારી, દાહોદ ડૉ.સુધીર જોશીના માર્ગદર્શનમાં તારીખ ૨૪/૦૪/૨૦૨૫ના રોજ દાહોદ ઘટક-૧ સેજો-૨ આંગણવાડી કેન્દ્ર પર પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી
જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારી – દાહોદ ડૉ.સુધીર જોશી ઉપસ્થિત રહી તેમના દ્વારા સર્વગ્રાહી પોષણ, પૂરક. પોષણ, સમતોલ આહાર, મીલેટ્સનું મહત્વ, આયુર્વેદના પોષણ સિદ્ધાંતો આદિની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સગર્ભા-ધાત્રી-કિશોરીઓને THR – સહિત વિવિધ પોષણ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યુ હતું
આ પ્રસંગે આંગણવાડી સુપરવાઇઝર કલાબેન કોચરા તથા આંગણવાડી વર્કર અનીશાબેન ડામોર તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહી પોષણ અંગે માર્ગદર્શન મેળવ્યુ હતુ.