દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ ઘઉંમાં સ્ટોક લિમિટ બાબતે વેપારીઓ ટ્રેડર્સ, રિટેલર, બિગ ચેન રિટેલર, પ્રોસેસર્સ સાથે બેઠક યોજવામાં આવી હતી.
ભારતના તા.૧૧-૧૨-૨૦૨૪ ના રાજપત્રની નવીન જોગવાઈઓ ધ્યાને લેવા તેમજ ઘઉંમાં નવીન સ્ટોક લિમિટ મુજબ કાર્યવાહી / અમલવારી કરવા, જિલ્લા / તાલુકાના તમામ ઘઉંના વેપારીઓ ભારત સરકારના પોર્ટલ https://evegoils.nic.in/wsp/login પર અચૂકપણે રજી્ટ્રેશન કરાવવું, ઘઉંના સ્ટોકની એન્ટ્રી મે. ટન માં કરવી, દરેક વેપારીઓ સ્ટોક રજીસ્ટર નિભાવે તેમજ ઘઉંની અધ્યતન વિગતોની નોંધણી કરવી.
ઉપરાંત પ્રોસેસરોએ FSSAI નું લાઇસન્સ મેળવી સમયાંતરે રીન્યુ કરાવવું, ઉપરાંત કાનૂની માપ વિજ્ઞાન તંત્રમાંથી તોલ – માપ અંગેનું પ્રમાણપત્ર મેળવવું તથા રીન્યુ કરાવવું, ફાયર એસ્ટીન્ગ્યુસર લગાવવું જેવી અગત્યની બાબતો અંગે અંગેની જાગૃતિના ભાગરૂપે બેઠક યોજવામાં આવી હતી.
જેમાં નીતિ – નિયમોનુસાર થતા બદલાવ અંગે સમસ્યા ન સર્જાય જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય એ માટેની ચર્ચા કરવા સહિત કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠક દરમ્યાન જિલ્લા પુરવઠા અધિકારીશ્રી મિતેષ વસાવા સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.