દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ નેશનલ આયુષ મિશન અંતર્ગત આયુષ સોસાયટી દાહોદની ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગ દરમ્યાન નેશનલ આયુષ મિશન અનર્ગત વર્ષ ૨૦૨૪- ૨૫ દરમ્યાન કરવામાં આવેલ તેમજ કરવામાં આવનાર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. એ સાથે દાહોદ જિલ્લામાં આયુષ મેળાઓ અને આયુષ કેન્દ્રો વિશે વિગતે માહિતી આપવામાં આવી હતી. તેમજ પીપીટી દ્વારા સંલગ્ન અન્ય મહત્વની બાબતો રજૂ કરવા સહિત ચર્ચા કરવામાં આવી હતી.
આ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, ડિસ્ટ્રિક્ટ મિશન ડાયરેક્ટર અને જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોશી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત સહિત અન્ય સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.