જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સેવા સદન ખાતે પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત યોજાઈ બેઠક યોજવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (D.M.F.), દાહોદ વિભાગ દ્વારા ખાણ અને ખનિજ (નિયમન અને વિકાસ) અધિનિયમ અને જીલ્લામાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ટ્રસ્ટની રચના , ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનના નિયમો તેમજ ડી.એમ.એફ. અંતર્ગત જમા થયેલ ફંડનો ઉપયોગ ખાણકામ અસરગ્રસ્ત ગામોમાં કરવાનો હોય છે તેની માહિતી રજૂ કરવામાં આવી હતી. એ સાથે ગવર્નિંગ કાઉન્સિલની કામગીરી, મોનીટરીંગ કમિટીની કામગીરી તેમજ વર્ષ દરમિયાન થયેલ કામગીરીની સમીક્ષા કરવામા આવી હતી.
ખાણકામ અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી અને ક્લ્યાણકારી કામો કરવા, ખાણકામ અસરગ્રસ્ત વિસ્તારના પર્યાવરણ તેમજ ખાણકામ પ્રભાવિત લોકોની આરોગ્ય અને સામાજિક – આર્થિક બાબતોની પ્રતિકુળ અસરો ઘટાડવી તેમજ ખાણકામ અસરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકો માટે લાંબા ગાળાની આજીવિકા માટેની વ્યવસ્થા કરવી યોજનાનો મુખ્ય હેતુ છે. D.M.F.ભંડોળનું દાહોદ જિલ્લામાં આવનાર સમયમાં આંગણવાડીઓ બનાવવા માટે ઉપયોગમાં લેવા માટે દાહોદ જિલ્લા કલેકટર દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્રસિંહ મીણા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.