THIS NEWS IA SPONSORED BY –– RAHUL HONDA
જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ સમગ્ર દાહોદ જિલ્લામાં અમલી બને એ રીતે એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી લોકડાઉનમાં મહત્વપૂર્ણ છૂટછાટ જાહેર કરી છે. તેની મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.
- તમામ સરકારી અને ખાનગી શૈક્ષણીક સંસ્થાઓ, તાલીમ સંસ્થાઓ, કોચીંગ સંસ્થાઓ વગેરે બંધ રહેશે. તેમ છતાં આ સંસ્થાઓ ઓનલાઇન શિક્ષણ મારફતે શૈક્ષણિક કાર્યક્રમ નિભાવે તે અપેક્ષિત છે.
- સરકારી કામે ઉ૫યોગમાં હોય એ તે સિવાયના તમામ અતિથિગૃહ (હોટેલ/ગેસ્ટ હાઉસ)ની સેવાઓ પર પ્રતિબંધ રહેશે. રેલ્વે તથા બસ સ્ટેશન ખાતે આવેલ કેન્ટીન શરૂ કરી શકાશે. ભોજનાલય, રેસ્ટોરન્ટ, નાસ્તા-ફરસાણની તથા ખાણીપીણીની દુકાનો સ્થળ ઉપર જમવાની સુવિધા આપી શકાશે નહી.
- તમામ સામાજિક, રાજકીય, રમત ગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યો તથા અન્ય મેળાવડા પર પ્રતિબંધ રહેશે. તમામ ધાર્મિક સ્થાનો / પૂજાનાં સ્થળો જાહેર જાનતા માટે બંધ રહેશે. ધાર્મિક સભાઓ પર પ્રતિબંધ રહેશે. સમગ્ર જિલ્લામાં સાંજના ૭ કલાકથી સવારના ૭ કલાક દરમ્યાન રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે.
- અનિવાર્ય કારણો અથવા સ્વાસ્થ્યને લગતા હેતુઓ સિવાય તમામ વિસ્તારોમાં ૬૫ વર્ષથી વધુ વયના વ્યક્તિઓ, વિભિન્ન રોગ ધરાવતી વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ અને ૧૦ વર્ષથી નીચેની વયના બાળકોએ ઘરમાં જ રહેવાનુ રહેશે.
- કુરીયર, આંગડીયા, ઈ-કોમર્સ સંસ્થાઓ તથા રેસ્ટોરેન્ટના હોમ ડીલીવરી કરતાં કર્મચારીઓનું દૈનિક ધોરણે ટેમ્પરેચર સ્ક્રિનિંગ તથા અઠવાડીક ધોરણે હેલ્થ ચેક-અપ સંબંધીત સંસ્થાઓએ કરાવવાનું રહેશે. શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો ધરાવતા કર્મચારીઓને કામગીરી સોંપી શકાશે નહી.
- તમામ જાહેર સ્થળો તથા વેપાર ધંધાના સ્થળોએ પ્રત્યેક વ્યક્તિએ ફરજીયાત માસ્ક – ફેસ કવર પહેરવાનું રહેશે. તેનું ઉલ્લંઘન કરનાર પાસેથી રૂ.૨૦૦નો દંડ વસૂલ કરવામાં આવશે. જાહેરમાં થુકવા ઉપર પ્રતિબંધ રહેશે. તેમ કરનાર પાસેથી રૂ.૨૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવશે.
- લગ્ન સમારંભમાં વર-વધુ, ગોર મહારાજ, કાઝી, ફાધર તથા બંને પક્ષના પરિવારજનો, મહેમાનો વગેરે સહિત મહત્તમ ૫૦ વ્યક્તિઓ હાજર રહી શકશે. અંતિમ સંસ્કાર/મરણ વિધિને લગતી ક્રિયાઓમાં સોશીયલ ડીસ્ટન્સીંગનો ચુસ્ત અમલ કરવાનો રહેશે તથા ૨૦થી વધુ વ્યક્તિઓએ એકત્રીત થવું નહી.
- પાન, ગુટખા, તમાકુ વગેરે ચીજ વસ્તુઓના જાહેર સ્થળોએ સેવન કરવા ઉપર પ્રતિબંધ રહેશે. તમામ દુકાનો ખાતે ગ્રાહકો વચ્ચે ઓછામાં ઓછું છ ફૂટનું અંતર જાળવવાનું રહેશે તથા પાંચથી વધુ વ્યક્તિઓને એકત્રીત થવા દેવાના રહેશે નહી.
- કન્ટેઈનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ વિસ્તારોમાં ફક્ત જીવન જરૂરીયાતની આવશ્યક ચીજ વસ્તુઓ/ સેવાઓ સવારના ૮ થી બપોરના ૩ કલાક દરમ્યાન પુરી પાડી શકાશે. તે સિવાયની અન્ય આર્થિક પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે.
- કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં અન્ય તમામ આર્થિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે. દુકાનો, સંસ્થાઓ અને ઔધોગીક એકમો સવારના ૮ થી સાંજના ૪ કલાક સુધી ચાલુ રાખી શકાશે. નિરંતર પ્રક્રિયા ચાલુ રાખવાની જરૂરીયાત વાળા ઔધોગીક એકમો તથા સંકુલમાં જ કર્મચારીઓના રહેવાની સુવિધા ધરાવતા ઔધોગીક એકમો કર્મચારીઓની સંકુલની બહાર અવર જવર ન થાય તે સુનિશ્ચિત કરીને ઉક્ત સમય મર્યાદા સિવાય ચાલુ રાખી શકાશે.
- ગુજરાત સરકાર દ્વારા આર્થિક પ્રવૃત્તિઓ બાબતે આપવામાં આવેલ છુટછાટ સંદર્ભે અત્રેના જિલ્લાની સ્થાનિક પરિસ્થિતી તથા કોરોના વાયરસ સંક્રમણને અંકુશમાં રાખવાની સર્વોચ્ચ પ્રાથમિકતાને લક્ષમાં લઈ ધંધા રોજગાર માટે નીચે મુજબની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવે છે.
- સોમવાર થી શનિવાર સમય સવારના ૮ થી ૪ વાગ્યા સુધી એ.પી.એમ.સી., શાકમાર્કેટ, શાકભાજીની દુકાનો, ફળો, ઈંડા-માંસ-મચ્છી, ડેરી, બેકરી, અનાજ-કરીયાણાની દુકાનો, અનાજ દળવાની ઘંટી, ખાતર બિયારણની દુકાન, ખાનગી દવાખાના, મેડીકલ સ્ટોર, લેબોરેટરી, એક્સ-રે, સોનોગ્રાફી, ઈમેજિંગ સેન્ટર, ઓટોમોબાઈલ વર્કશોપ – ગેરેજ – વોશિંગ રીપેરીંગ, સ્પેરપાર્ટસ, ટાયર સર્વીસ, કુરીયર, ઈ-કોમર્સ સેવાઓ તથા અન્ય આવશ્યક ચીજ વસ્તુની દુકાનો શરૂ રાખી શકાશે.
- સોમવાર, બુધવાર અને શુક્રવાર એમ ત્રણ દિવસ સવારના ૮ થી ૪ વાગ્યા સુધી દરજી, મોચી, ધોબી-લોન્ડ્રી, કુંભાર, આંગડીયા, ફૂલ-હારની દુકાનો, કાપડ તથા તૈયાર કપડાની દુકાનો, બુટ-ચપ્પલની દુકાનો, પ્રિન્ટીંગ પ્રેસ, ઝેરોક્ષ સેન્ટર, સ્ટેશનરી, જવેલરી, કોસ્મેટીક્સ, શ્રુંગાર-કટલરીની દુકાનો, વાસણ-ગેસના ચુલા/સગડીની દુકાનો, ચશ્માની દુકાનો, ચા-નાસ્તાની લારીઓ, ભોજનાલય, રેસ્ટોરન્ટ, આઈસક્રીમ-ઠંડા પીણાં, નાસ્તા-ફરસાણની તથા ખાણીપીણીની દુકાનો (સ્થળ ઉપર બેસવા-જમવાની વ્યવસ્થા વગર માત્ર હોમ ડીલીવરી માટે)
- મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ ત્રણ દિવસ સુધી સવારના ૮ થી ૪ વાગ્યા સુધી હાર્ડવેર તથા સેનેટરીવેરની દુકાનો, મોબાઈલ, ઈલેક્ટ્રોનિકસ, ઈલેક્ટ્રીકલ્સની દુકાનો, કન્સ્ટ્રક્શન મટીરીયલની દુકાનો, ઓટોમોબાઈલ શો-રૂમ, સાયકલનું વેચાણ કરતી દુકાનો, ફર્નિચર, ગિફ્ટ શોપ, રમકડાંની દુકાન, પાનની દુકાનો, હેર સલુન અને બ્યુટી પાર્લર તથા અન્ય દૂકાનો શરૂ રાખી શકાશે.
- ઓટો રિક્ષા માત્ર ડ્રાઇવર અને બે પ્રવાસી સાથે તથા ખાનગી ઓફિસ ૩૩ ટકા સ્ટાફ સાથે ચલાવી શકાશે.