દાહોદ જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા દ્વારા વસ્તી સ્થિરતા લાવવાની જાગૃતિ આપવા માટે વિવિધ પ્રવૃતિઓનુંં આયોજન આ વર્ષે વિશ્વ વસ્તિ દિવસની ઉજવણીનું સુત્ર આઝાદીના અમૃત મહોત્સવમાં અમે આ સંકલ્પ લઇશુ કુટુંબ નિયોજનને સુખનો વિકલ્પ બનાવીશુ.
આ ઉજવણી બે તબક્કામાં ઉજવવામાં આવશે. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે તા.૨૭ જુન થી ૧૦ જુલાઇ દરમ્યાન દંપતિ સંપર્ક પખવાડીયા તરીકે ઉજવણી પછી અને તા.૧૧ થી ૨૪ જુલાઇ દરમ્યાન જનસંખ્યા સ્થિરતા પખવાડીયા તરીકે ઉજવાશે. તા.૧૧ જુલાઇ ના દિવસને વિશ્વ વસ્તી દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણીના ભાગ રૂપે દાહોદ જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના 97 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 02 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 21 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે, આરોગ્ય કર્મીઓ, આશા બહેનો, કોમ્યુનિટી હેલ્થ ઑફિસર, વિવિધ લક્ષી આરોગ્ય કાર્યકર વગેરે આરોગ્યની ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વસ્તી સ્થિરતા લાવવા અને સામાન્ય જનતામાં જાગૃતિ લાવવા વિવિધ પ્રવૃતિઓનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉજવણીના ભાગ રૂપે લધુ શીબીર, ગુરૂ શીબીર, સાસુ સંમેલન, નવ દંપતિ શીબીર, પપેેટ શો, શેરી નાટક અને આશા સંંમેલન કરવામાં આવી રહ્યા છે.