દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરની અધ્યક્ષતા માં દાહોદ જિલ્લાના ૨૧ ઘટકના આંકડા મદદનીશની આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધાઓની NITA APPLICATION (નંદ ઘર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લીકેશન) ની તાલીમ આપવામાં આવી હતી.
જેમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ તથા આંકડા મદદનીશ રાહુલ રોઝ દ્વારા નીતા એપ્લીકેશનમાં આવતા તમામ આંગણવાડી કેન્દ્રોની ભૌતિક સુવિધાઓ જેમાં વીજળી પાણી શૌચાલય, મકાન, બાંધકામ, રિપેરિંગ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત જાણકારી આપવામાં આવી. અને તમામ સુવિધાઓ નીતા એપ્લીકેશન માં અપડેટ કરવા જણાવવામાં આવ્યું હતું.