આગામી રવિવારે સરકારી ઇજનેરી કોલેજ ખાતે ‘NEET ની રીત’ પર સેમિનારનું આયોજન.
દાહોદનાં તેજસ્વી વિદ્યાર્થીઓ NEET – JEE ની પરીક્ષાઓ પાસ કરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્રની ઉમદા પહેલ ‘એકલવ્ય પ્રયાસ’ અંતર્ગત કલાસીસ શરૂ કરાયા છે. દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીના પ્રેરણા અને માર્ગદર્શનમાં ગત તા. ૨૮ એપ્રીલ, ૨૦૨૨ થી કલાસનો પ્રારંભ કરાયો છે.
જિલ્લા વહીવટી તંત્રના આ પ્રયાસ અંતર્ગત વિદ્યાર્થીઓને NEET પરીક્ષા અંગે વધુ માર્ગદર્શન અને તૈયારી માટેની ચર્ચાનું આયોજન આગામી તા. ૧૫ મે, ૨૦૨૨ રવિવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સેમીનાર રૂમ, બ્લોક નં. ૩, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ, સરકારી ઇજનેરી કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સેમીનારમાં ઝાયડસ મેડીકલ કોલેજના MBBS કરતા વિદ્યાર્થીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમિનારમાં ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ નાં સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.