દાહોદ જિલ્લાની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વર્ગ – ૪ ના સેવકને વર્ગ – ૩ સંવર્ગમાં જુનિયર કારકૂન તરીકે બઢતી અંગેના હુકમ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દાહોદ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં અને જુદા જુદા ઘટક સંઘના પ્રમુખ / મંત્રીની હાજરીમાં આપવામાં આવ્યા.
શાળાઓમાં ફરજ બજાવતા સેવક જેઓ વર્ગ – ૪ માં હતા તેઓને ૧ જુલાઇનો ઈજાફાનો લાભ મળી રહે તે હેતુથી આ તમામ કર્મચારીઓને વર્ગ – ૩ માં જુનિયર ક્લાર્કની બઢતીના મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા. નવા વર્ષના દિવસે જ કુલ ૧૧ જેટલા ઉમેદવારોને જુનિયર કારકૂન તરીકે બઢતી મળતા સૌ કર્મચારીઓએ આ પ્રસંગને વધાવી લીધો હતો.