Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદજિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાઇ

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાઇ

દાહોદ જિલ્લા સેવા સદન ખાતેના સભાગૃહ ખાતે આજે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન રાખીને નાગરિકો સુધી વિકાસ કાર્યો તેમજ યોજનાઓના લાભ પહોંચતા થાય એ માટે જરૂરી ચર્ચા-સમીક્ષા કરાઇ હતી.

બેઠકમાં કલેક્ટરએ આગામી રવિવારે યોજાનારી નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ૩ ની પરીક્ષા પારદર્શી રીતે યોજાઇ તેમજ ઉમેદવારોને કોઇ પણ પ્રકારની મુશ્કલી ન પડે એ રીતનું આયોજન કરવા સલગ્ન અધિકારીઓને સૂચના આપી હતી. આગામી સમયમાં યોજાનારા લોક કલ્યાણના કાર્યક્રમોનું યોગ્ય આયોજન કરવા તેમણે અધિકારીઓને જણાવ્યું હતું. કલેક્ટર ડો હર્ષિત ગોસાવીએ વિકાસ કાર્યો અને યોજનાઓના લાભો દરેક નાગરિક સુધી પહોંચે એ માટે વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાથે કામગીરી કરવા અધિકારીઓને જણાવ્યું હતું.

બેઠકમાં અધિકારીઓને અન્ય વિભાગ સાથે સંકલનમાં કોઇ મુશ્કેલી પડી રહી હોય તો તેના નિવારણ માટે અધિકારીશઓને પૃચ્છા કરાઇ હતી. જેનો યોગ્ય ઉકેલ બેઠકમાં લાવવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, પોલીસ અધિક્ષક  બલરામ મીણા, નિવાસી અધિક કલેકટર એ.બી. પાંડોર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments