Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદજિલ્લા સેવા સદન દાહોદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં મતગણતરી...

જિલ્લા સેવા સદન દાહોદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં મતગણતરી અંગેની સમીક્ષા માટે યોજાઈ મિટિંગ

દાહોદમાં લોકસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં હવે મત ગણતરીના દિવસો નજીકમાં છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે તમામ નોડલ અધિકારીઓની સાથે મત ગણતરી અંગેની સમગ્રતયા કામગીરી વ્યવસ્થા અંગેની સમીક્ષા માટે મિટિંગ યોજવામાં આવી હતી.

આ મિટિંગ દરમ્યાન મત ગણતરીના દિવસે મત ગણતરી સ્થળ પર ફરજ બજાવનાર તમામ નોડલ અધિકારીઓને તેમની કામગીરી અંગેની માહિતી પી પી ટી દ્વારા વિસ્તૃતમાં આપવામાં આવી હતી. મત ગણતરી કેન્દ્ર ખાતે સુપર વિઝનથી લઈને પ્રવેશ ચકાસણી, પોલીસ બન્દોબસ્ત, પાર્કિંગ, સિક્યોરિટી, સફાઈ, સીસીટીવી જેવી મહત્વની બાબતોને ધ્યાને રાખી ચૂંટણી પ્રક્રિયાની દરેક કામગીરી વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની કચાશ રહી ના જાય તેની ખાસ તકેદારી રાખવા જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ સૂચના આપી હતી.

આ મિટિંગ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી.એમ. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ વસૈયા તેમજ તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments