Monday, March 3, 2025
Google search engine
HomeDahod - દાહોદજિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ...

જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

  • ધો.-૧૦ અને ધો.-૧૨ ની પરીક્ષાઓ તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાશે
  • બ્લુસ્ટ્રોંગ રૂમના સ્ટ્રીક્ટ બંદોબસ્તથી લઇને સ્ટ્રીકલી એક્ઝામ કન્ડકટ થાય તેવી તકેદારી રાખવા અપાઈ સૂચના

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી / માર્ચ – ૨૦૨૫ માં લેવાનાર ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, રિપીટર, પૃથ્થક અને ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષા માટે દાહોદ જિલ્લામાં ધો.-૧૦ ના કુલ ૩૬ કેન્દ્રો અને ધો.-૧૨ ના કુલ ૨૨ કેન્દ્રો ખાતે કુલ ૧૨૨ જેટલી બિલ્ડીંગો પર પરીક્ષા યોજવામાં આવશે.

આ પરીક્ષાનું આયોજન વ્યવસ્થિત રીતે થઇ રહે તેમજ પરીક્ષાર્થીઓ કોઈપણ પ્રકારની સમસ્યા ઉદ્દભવે નહીં એ માટેના આગોતરા આયોજન માટે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ S.S.C. અને H.S.C. પરીક્ષાની તૈયારી ના ભાગરૂપે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજવામાં આવી હતી.

આ નિમિતે કલેકટર યોગેશ નિરગુડેએ પરીક્ષા દરમ્યાન લાઈટ તેમજ સી.સી.ટી.વી. કેમેરાની કન્ડિશન ચેક કરવા સહિત વિદ્યાર્થીઓને આવવા – જવામાં કોઈ મુશ્કેલી પડે નહીં એ માટે એસ.ટી. બસની સુવિધા, સ્ટ્રોંગ રૂમ પર બન્દોબસ્ત રાખવા, આરોગ્ય વિભાગ દ્વારા ઇમરજન્સી ટીમ જરૂરી કીટ સાથે ઉપસ્થિત રહેવા, કાયદા અને વ્યવસ્થાપન જળવાઈ રહે એ હેતુસર એસ.આર.પી. જવાનો તેમજ કંટ્રોલ રૂમમાંથી જ સમગ્ર પ્રક્રિયા હેન્ડલ કરી શકાય તે માટે હેલ્પલાઇન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટેની સૂચના આપવામાં આવી હતી.

આ નિમિતે નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. દામા સહિત સંબંધિત અન્ય તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments