કમિશનર, આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં ટીટેનસ અને ડીપ્થેરીયાના કેસોને નિયંત્રિત કરવા માટે રાજ્યના ૧૦ વર્ષ અને ૧૬ વર્ષના તમામ બાળકોનું વહેલી તકે TD વેક્સીનેશન સુનિશ્ચિત કરવાનું જણાવ્યું તે મુજબ ગત રોજ તા ૨૩/૦૭/૨૦૨૪ ને મંગળવારના રોજ વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, લીમડી દ્વારા જીવન જ્યોત વિદ્યાલય લીમડીમાં અભ્યાસ કરતા ધોરણ-૫ ના તમામ વિદ્યાર્થી અને ધોરણ 10 ના તમામ બાળકોને TD નું રસીકરણ કરવામાં આવ્યું. જેમાં RBSK ટીમ વરોડથી ડો.અંકિત સંગાડા અને ડો.કૃતિ પરમાર તથા વરોડ PHCના બહેનો, FHWના બહેનો તથા આશાવર્કર બહેનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કાળજીપૂર્વક રસી આપી હતી.
જીવન જ્યોત વિદ્યાલય લીમડીમાં ટીડી ની વેક્સિનનું રસીકરણ કરવામાં આવ્યું
RELATED ARTICLES