14 એપ્રિલ એટલે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી. આ દિવસને બંધારણ અધિકાર દિવસ તરીકે પણ ઉજવણી થાય છે. ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની તાલુકા પંચાયત મથકેથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવી પેન્શન યોજના નાબૂદી અને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સુત્રોચ્ચાર સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી ફતેપુરા તાલુકાથી બાઇક રેલી દ્વારા સૂત્રોચ્ચાર કરતા સાથે ફતેપુરાના ધારાસભ્ય અને વિધાન સભાના દંડક રમેશભાઈ કટારાના નિવાસ્થાને ફતેપુરા તાલુકાના સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું.
સદર કાર્યક્રમમાં ફતેપુરા તાલુકાના સંયુક્ત કમૅચારી મોરચા સંઘના હોદ્દેદારો તરીકે પ્રાથમિક સંઘ ગૌરવભાઈ એન પલાસ, આચાર્ય સંઘના અલ્કેશ આર પ્રજાપતિ, માધ્યમિક સંઘના હિતેશભાઈ પારગી,, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, વહિવટી સંઘ, તેમજ આરોગ્ય કર્મચારી સંઘ ભરતભાઈ બી કટારા, તલાટી કર્મચારી સંઘના વિજયભાઈ પારગી જેવા વિવિધ માન્ય સંઘોના પ્રમુખ – મહામંત્રીશ્રીઓ,, કારોબારી સંઘના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કર્મચારી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં સર્વધર્મ પ્રાર્થના,, શબ્દિક સ્વાગત અને ડૉ. ભીમરાવ આંબેડકરની છબીને ફુલહાર અપૅણ કરી મોરચાના હોદ્દેદારોએ જૂની પેન્શન યોજના બહાલ કરાવવા માટેના ફાયદા અને નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને ભવિષ્યમાં થનાર નુકસાનથી સૌને અવગત કરાવ્યા હતા અને રાજ્ય સરકાર સુધી આપણી લડતને અસરકારક રીતે અવાજ પહોંચાડવા ફતેપુરાથી બાઇક રેલીનું આયોજન કરી વિધાન સભાના દંડક રમેશભાઈ કટારાના નિવાસ્થાને સૂત્રોચાર સાથે તેમને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં દંડક રમેશભાઇ કટારા એ આવેદનપત્ર સ્વીકાર્યું અને તાત્કાલિક ધોરણે જ તેમને પ્રત્યુત્તર રૂપે લેટર કરી C.M., નાણામંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્રની માંગના સંદર્ભમાં પત્ર લખ્યો. અને તેઓએ જૂની પેન્શન યોજનાની માંગ જલ્દી સંતોષાય તે માટે ઉપર સુધી રજૂઆત અમારા લેવલથી સંપૂર્ણ કરશૂ એવું આશ્વાસન આપ્યું હતું.