Tuesday, January 28, 2025
Google search engine
HomeDahod - દાહોદજેલ મુક્ત કરવાના ₹.10,000/- ની માંગણી કરતા સબ જેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષકને...

જેલ મુક્ત કરવાના ₹.10,000/- ની માંગણી કરતા સબ જેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષકને ACB ગોધરાએ લાંચની રકમ લેતા ઝડપી પાડ્યા

ફરિયાદી અને તેમના ભાઈની દાહોદ ખાતે નોધાવેલ ગુનાના કામે ઘરપકડ થયેલી જેમાં ફરિયાદીને તા.૦૪/૧૦/૨૦૨૪ ના રોજ જામીન મળ્યા હતા. અને તા.૨૨/૧૦/૨૦૨૪ ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી ફરિયાદી ના ભાઈના જામીન મંજુર થયા હતા. જેમાં ડોકી સબ જેલનો શેરો મરાવાવો જરૂરી હોય ફરિયાદીએ ડોકી સબ જેલ ખાતે શેરો મરાવવા ગયેલ ત્યારે ડોકી સબ જેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષક ફિરોજખાન સમસુદ્દીન મલેકએ ફરિયાદીને કહ્યુ મને તમારાં ભાઈને જેલ મુક્ત કરવાના ₹.૧૦,૦૦૦/- આપવા પડશે. ત્યારે ફરિયાદી પાસે તે સમયે ₹.૭,૦૦૦/- જ હતા અને તે રૂપિયા ઇન્ચાર્જ જેલ અધિક્ષક ફિરોઝખાનને આપી અને બાકીના ₹.૩,૦૦૦/- ફરિયાદીએ તા.૨૮/૧૦/૨૦૨૪ ના રોજ આપવા ઇન્ચાર્જ જેલ અધિક્ષક ફિરોજખાન મલેકને આપવાનું કહ્યું. ત્યારે ફરિયાદ ઇન્ચાર્જ જેલ અધિક્ષક ફિરોજખાન મલેકને આપવા ન માંગતા હોય. ત્યારે ફરિયાદીએ ગોધરા ACB નો સંપર્ક કરી. તમામ માહિતી મેળવી ફરિયાદીની ફરિયાદના આધારે ટ્રેપિંગ અધિકારી આર.બી. પ્રજાપતિ પોલીસ ફિલ્ડ પંચમહાલ એકમ ગોધરા અને સુપરવિઝન અધિકારી બી.એમ. પટેલ મદદનિશ નિયામક ACB પંચમહાલ એકમ ગોધરાએ લાંચનો છટકો ગોઠવી ફરિયાદી ઇન્ચાર્જ સબ જેલ અધિક્ષકને બાકીના ₹.૩,૦૦૦/- આપતા ઇન્ચાર્જ સબ જેલ અધિક્ષક ફિરોજખાન સમસુદ્દીન મલેક સ્થળ પરથી પકડાઈ જતા ACB એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments