ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર, દાહોદ અને ર્ડા. બાબા સાહેબ આંબેડકર યુવક મંડળ, જેસાવાડાના સંયુક્ત ઉપક્રમે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ૧૦૧ મી જન્મજયંતિની ઉજવણી ગરબાડા તાલુકાની યશવાટિકા કન્યા વિધાલય ખાતે યશવાટિકા વિધાલયના આચાર્ય શૈલેષ મખોડીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિદ્યાલયના આચાર્ય શૈલેષ મખોડિયાએ પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યું હતુ કે પંડિત દિન દયાળ ઉપાધ્યાયના જીવન કથન વિશેની વિસ્તૃત સમજ આપતાં તેમના જીવન મુલ્યોને જીવનમાં ઉતારી તેમની ઉજવણીને સાર્થક કરીએ તો જ ઉજવણીનો હેતુ સાર્થક થયો ગણાશે.
આ પ્રસંગે ભૂતવડ પ્રાથમિક શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડાએ પંડિત દિન દયાળ ઉપાધ્યાયનના ગરીબો માટેના કાર્યો અને વ્યસનમુક્તિ અંધશ્રધ્ધા જેવી બદીઓને દુર કરવા કરેલા પ્રયાસોને વર્ણવી તેઓની રાહ પર ચાલી શિક્ષણ મેળવી સ્વ વિકાસ સાથે દેશના વિકાસમાં જોતરાઇએ.
નહેરૂ યુવા કેન્દ્રના અગ્રણી અને કાર્યક્રમના મુખ્ય મહેમાન બાબુભાઇ બારીયાએ કેન્દ્રની પ્રવૃત્તિઓથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા.
આ પ્રસંગે કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ પંડિત દિન દયાળ ઉપાધ્યાયના જીવન ઉપર વક્તવ્યો રજૂ કર્યા હતા. ભાગ લેનાર વિધાર્થીઓને નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન શાળાના આચાર્યશ્રીમતી મીનાબેન ઝાલાએ તથા આભાર વિધિ ર્ડા. બાબા સાહેબ આંબેડકર યુવક મંડળ, જેસાવાડાના પ્રમુખ પ્રિતેશભાઇ ચાવડાએ કરી હતી.
આ પ્રસંગે ગામના સરપંચ સંજયભાઇ રાઠોડ, શિક્ષકો, કર્મચારીગણ, વિદ્યાર્થીનીઓ, અગ્રણીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.