GIRISH PARMAR – JESAVADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં જેસાવાડા ગામની ખરેડીડુંગરી પ્રાથમિક શાળા તેમજ વજેલાવ ગામની ભુતવડ પ્રાથમિક શાળામાં “શાળા આરોગ્ય કાર્યક્રમ” નુ ઉદ્દઘાટન જેસાવાડા ગામના સરપંચ સંદીપભાઈ રાઠોડ તથા જેસાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.જયેશ ઠાકોર, નિરલ રોઝ, પ્રાથમિક આરોગ્યના સુપરવાઇઝર શ્રીમતિ પી.આર.સોલંકી, રમણીબેન પસાયા, ગિરીશ પરમાર, કમલેશ માવી, રવિ પરમાર, નિમેશ પરમાર, જશોદાબેન પારગી, ઉમંગી વહોનીયા તેમજ શાળાના આચાર્ય ભુતવડ પ્રાથમિક શાળાના કિરણસિંહ ચાવડા, જેસાવાડાના ડુંગરી ફળીયાના આચાર્ય બાબુભાઇ નલવાયા દ્વારા કરવામાં આવ્યું. જેમાં તમામ આશાવર્કર બહેનો, શિક્ષકભાઇઓ, બહેનો હાજર રહ્યા હતા. અને આ તમામ બાળકોને બિસ્કિટ અને ચોકલેટ પણ આરોગ્ય સંસ્થા દ્વારા આપવામા આવી હતી.
હાલમાં ગુજરાત સરકાર દ્વારા ચાલતા શાળા આરોગ્ય કાર્યક્રમમાં જેસાવાડા, વડવા, આંબલી, ખજુરીયા, નેલસુર, વજેલાવ, માતવા ગામના પ્રાથમિક અને માધ્યમિક શાળાના તમામ ૧૩,૫૦૦ બાળકોની તપાસ કરવામાં આવશે. જેમાં હૃદય, કિડની, કેન્સર જેવી ઘાતક બીમારીવાળા બાળકોનું મફત ઓપરેશન કરવામાં આવશે તેમજ અન્ય બીમારીવાળા બાળકોની સ્થળ પર સારવાર કરવામાં આવશે.