NewsTok24 – Priyank Chauhan – Garbada
ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે શ્રી વરદાયક હનુમાનજી મંદિર તથા શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ તારીખ ૨૬ નવેમ્બરથી શરૂ થયેલ હતો જે આજરોજ તારીખ ૩૦ નવેમ્બરના રોજ સંપન્ન થયેલ છે.
જેસાવાડા મુકામે શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમિતિ તથા શ્રી સુમનલાલ સોની પરિવાર દ્વારા જેસાવાડા ગામમાં ચાર મંદિરો બનાવાયા છે જેમાં બે મંદિરોનું જીર્ણોધાર કરવામાં આવ્યું છે તથા બે મંદિરો નવા બનાવવામાં આવ્યા છે. જેમાં શ્રી પદ્મનાભમ વિષ્ણુ ભગવાન, શ્રી રામ દરબાર શીતળા માતા, શ્થાઈ દેવતા શિવ પરિવાર તથા શ્રી વરદાયક હનુમાનજીની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શ્રી વરદાયક હનુમાનજી, શિવ મંદિર, શિતળામાતા, શ્રી રામ દરબારની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારીખ ૨૬ નવેમ્બરના રોજ સવારે દેમાદ્રી દશાવિધિ સ્નાન, શ્રી ગણેશ અંબિકા પૂજન મંત્ર સંસ્કાર બાદસવારે નગરમાં ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા સાંજે ૫:૦૦ કલાકે મ.પ્ર. ના પંડિત શ્રી જનક રામાયણી દ્વારા અખંડ રામાયણ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૨૮ નવેમ્બરના રોજ સવારે ૯:૦૦ કલાકે વિષ્ણુ યજ્ઞ, સત્સંગ તથા રાત્રે શ્રી અતુલભાઈ પુરોહિત (બરોડા) ના મધુર કંઠે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા તારીખ ૨૯ નવેમ્બરે હેમંત ચૌહાણના કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આજ તારીખ ૩૦ નવેમ્બરના રોજ છેલ્લા ચાર દિવસથી ચાલતા આ ભવ્ય કાર્યક્રમની પૂર્ણાહુતિ તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાંચ દિવસથી ચાલતા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના વિવિધકાર્યક્રમોનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.