શ્રી યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર જેસાવાડા ખાતે ખેલ મહાકુંભ સ્પર્ધા અંતર્ગત જિલ્લા કક્ષાની ભાઈઓ તથા બહેનોની વોલીબોલ સ્પર્ધાનું આયોજન તારીખ ૨૮ અને ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૮ ના શુક્રવાર અને શનિવારના રોજ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન જીલ્લા રમત-ગમત અધિકારીશ્રી વિરલભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું અને અતિથિ વિશેષ તરીકે APO જીગ્નેશભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી શૈલેષભાઈ મખોડીયાએ તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સ્પર્ધામાં ભાઈઓની કુલ ૨૯ ટીમો તથા બહેનોની કુલ ૧૮ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ૧૪ વર્ષથી નીચે પ્રાથમિક શાળા જેસાવાડા તેમજ ૧૭ વર્ષથી નીચે યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર જેસાવાડા અને ઓપન વિભાગમાં પણ જેસાવાડા ની ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે બહેનોમાં લીમખેડા પ્રથમ તેમજ ગરબાડા બીજા અને દેવગઢ બારીયા ત્રીજા સ્થાને રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના પી.ટી.શિક્ષક પી.એમ.ચૌહાણે કર્યું હતું.