તા.૧૦ મી સપ્ટેમ્બર ને વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ૨૦૨૦ નાં વર્ષની બેચના મનોચિકિત્સક વિભાગના વિદ્યાર્થી તથા પ્રોફેસર દ્વારા વિવિધ પ્રકારના લઘુનાટક દ્વારા લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ લઘુ નાટક દ્વારા પરિવારમાં પુત્ર સંતાનની જંખના સેવતા પતિ તથા સાસુ દ્વારા પત્ની પર અત્યાચાર ગુજારી ત્યાં સુધી ત્રાસ આપવામાં આવે છે, જ્યાં સુધી પત્ની આત્મહત્યા કરવા માટે પ્રેરાઇ ના જાય. જેવા લઘુ નાટકો દ્વારા લોકો સુધી સંદેશ પહોંચાડવાનું કાર્ય મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
એક આંકડાકીય માહિતી પ્રમાણે જોઈએ તો વર્ષ 2021 – 22 માં આત્મહત્યા કરનાર આંકડામાં માર્ચ માસ થી લઇ ને સપ્ટેમ્બર માસ સુધી માં લગભગ 250 જેટલા લોકોએ આત્મહત્યા કરી છે. તે માટે ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા આવી સુંદર અને રચનાત્મક નાટકો, અને કટ આઉટ અને બેનરો વડે લોકોએ આત્મહત્યા ન કરવી જેવી પ્રેરણા આપી હતી.