દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં બાળરોગ વિભાગ સંચાલિત એન.આઈ.સી.યુ.માં માતા દ્વારા ત્યજેલા બાળકને ધાનપુરના જંગલમાંથી પોલીસ દ્વારા તા.૧૭/૦૪/૨૦૨૫ ના રોજ સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ. બાળકને શ્વસન તથા સંક્રમણની સ્થિતિ સહિત ઇન્સેક્ટ બાઈટનાં ઘા હતા તેથી તેને એન.આઈ.સી.યુ. માં દાખલ કરવામાં આવેલ. ૧૯ દિવસની ડોક્ટર, નર્સ અને અન્ય સ્ટાફની ભારે મહેનત બાદ બાળકને રજા આપવામાં આવેલ અને બાળકને બાળ કલ્યાણ સમિતિના પદાધિકારીઓને પોલીસની હાજરીમાં તા. ૦૫/૦૫/૨૦૨૫ નાં રોજ સોંપવામાં આવેલ.
ઝાયડસ હોસ્પિલમાં જંગલમાં ત્યજેલા અજાણ્યા બાળકની સફળ સારવાર બાદ ડિસ્ચાર્જ
RELATED ARTICLES