THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં મુખ્ય મથક ઝાલોદ નગરના જુમ્મા મસ્જિદની બાજુમાં એક ટ્રક ઓવરલોડ રેતી ભરીને જૂની મામલતદાર કચેરીમાં નવીન બની રહેલ Dy.S.P. ઓફિસ ખાતે રેતી ખાલી કરવા આવેલ, આ ઓવરલોડ રેતી ભરેલ ટ્રક ગટરની ઉપરથી પસાર થતાં તે ગટરનું નાળું તૂટી પડતાં ટ્રક આ નાળામાં ફસાઈ ગઈ હતી તેના લીધે ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી હતી. જ્યારે ટ્રકના ડ્રાઈવરને પૂછતા ટ્રેક્ટર દ્વારા રેતી ખાલી કરી ટ્રકને ક્રેઈન દ્વારા કાઢવી પડશે જેવો જવાબ આપવા આવ્યો હતો. મોટી ટ્રકો દ્વારા નગરમાં ઠેરઠેર રોડની સાઇડો ઉપર રેતી નાખી રેતીના ઢગલા કરી ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે. શું તંત્ર દ્વારા ટ્રાફિક જામની સ્થિતિ અને રેતીના ઢગલાઓ હટાવી ટ્રાફિકની સમસ્યાનો નિકાલ કયારે કરશે તેવી ઝાલોદ નગરમાં લોક્ચર્ચા થઈ રહી છે. આને આ બધી સમસ્યાઓનું નિરાકરણ વહેલમાં વહેલી તકે આવે તેવી ઝાલોદ નગરના લોકોની માંગ છે.