આજે તા.૧૬/૦૧/૨૦૨૩ ને સોમવારના રોજ ઝાલોદ પ્રખંડના ગરાડુ ગામે આવા જ એક મંદિરનુ ભુમિપુજન ગામ લોકોએ કર્યુ હતુ. ગરાડુ ગામે હિન્દુ ધર્મના અનેક લોકોના પ્રિય અને પુજનીય એવા શ્રી રામ ભક્ત હનુમાનજીના મંદિરનુ ભુમિપુજન કરવામા આવ્યુ.
આ પવિત્ર પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જીલ્લાના મનિષભાઈ પંચાલ જીલ્લા સહમંત્રી તથા પ્રવિણભાઇ કલાલ, જીલ્લા મઠ મંદિર સંયોજક ખાસ ઉપસ્થિત રહી ગામ લોકો અને અહીંના ભક્તજનો માટે પ્રેરણારુપ બન્યા હતા. રામ ભક્ત હનુમાનજી એટલે ભક્તિ, શક્તિ અને વિશ્વાસનુ પ્રતિક છે
શ્રી રામની ભક્તિ કેવી હોય તે તેમણે પોતાના જાતના આચરણો થકી સમજાવી છાતી ચીરીને જાણે જગતને રામ દેખાડ્યા. જ્યાં સુધી શ્રી હનુમાનજી અને માં શબરી જેવા દેવતાઓ સમાજનુ આદર્શ બનશે તેમના મંદિરો બાંધવા લોકો ખંતથી લાગી પડશે. જન જનમા શ્રી રામ નો આદર્શ હશે દુનિયાના કોઈની તાકાત નથી કે ધર્માન્તરણ કરી શકે. આજના આ કાર્યક્રમમા મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા. કમલેશભાઈ ચૌહાણ, ભરતભાઈ શ્રીમાળી તેમજ અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. અત્રે એ ઉલ્લેખ કરવો ખુબજ જરુરી છે કે ગામલોકોની આસ્થા અને સનાતન સંસ્કૃતિ પરંપરાના વિકાસ અને રક્ષા માટે ગરાડું ગામના જ હરીશભાઈ કલાલ તથા લક્ષ્મણભાઈ કલારા જેવા લોકોનો સહયોગ મળી રહ્યો છે.