NewsTok24 – Pritesh Panchal – Limdi
ઝાલોદ તાલુકાના ઘોડીયા ગામે ચુંટણીના દિવસે 29તારીખે બૂથ નંબર 70 ઉપર અચાનક બોગસ વોટીંગ કરવા આવેલ અજાણ્યા માણસોને બૂથના ઓફીસર અને સ્ટાફે રોકતા તેઓ એ EVM મસીન તોડી નાખેલ અને પત્થરમારો કર્યો હતો.આ બાબતે ચુંટણી પંચ સમક્ષ રજૂઆત થતા પુનઃ મતદાન આજની તારીખે કરવાનો આદેશ કર્યો હતો.
જેના પગલે આજે વેહલી સવાર થીજ ઉચ્ચ અધિકારીયોનાં ઘોડીયા ગામે બૂથ નંબર 70 ઉપર ધામા નાખ્યા હતા અને ચુસ્ત અને લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ઘોડિયામાં શાંતિપૂર્ણ રીતા પુનઃ મતદાન થયું હતું .