દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદની સંજીવની હોસ્પિટલમાં મુસ્લિમ સમાજના ડો.આસિફ કોરોના ના દર્દીઓને સેવા કરી રહ્યા છે. પવિત્ર રમઝાન માસમાં રોઝા રાખીને દર્દીઓની સેવાએ પણ ઈબાદત છે.
છેલ્લા ઘણા સમયથી આવા કોરોના કાળમાં ધર્મ નાત-જાત જોયા વગર રાત હોય કે દિવસ, કોઈ પણ સમાજ કે બીજા સમાજનું પેશન્ટ આવે તો તરત જ હોસ્પિટલમાં પહોચીને કોરોનાના દર્દીઓને પોતાની મીઠી બોલીથી આશ્વાસન આપીને
૫૦% દર્દ હળવું કરી આપે છે. આવા કોરોના કાળમાં ડો. આસિફ કોઇ પણ સમાજના વ્યક્તિને કોઇ પણ જાતની દવાની જરૂર પડે તો પોતે જ તે દર્દીના ઘર સુધી પણ એ દવા પહોંચાડી આપે છે
ડો.આસિફ પોતાને જે પગાર મળે છે તે પગારમાંથી પૈસા બચાવીને ઝાલોદના ગ્રામ્ય વિસ્તારમાં દરેક સમાજના દર્દીઓને મુશ્કેલી ન પડે એટલા માટે ઓક્સિજનના ૫ સિલિન્ડરની પણ વ્યવસ્થા કરી છે. ખાસ તો એ દર્દીઓ માટે કે જેમને ડોક્ટરે હોમ આઇસોંલેસન રહેવાની સલાહ આપી હોય, એવા દર્દીઓના તેઓ એમના ઘરે જાય છે ને દર્દીઓને પૂરી હિંમત પણ આપે છે અને દર્દીઓના રિલેટિવને સાથ સહકાર પણ આપે છે અને દર્દીઓને કોરોનાને કઇ રીતે હરાવો એના વિશે ખાસ ગાઈડ લાઈન પણ આપે છે
તમને કોરોના ને લાગતા જરા પણ લક્ષણો જેવું લાગે તો ઘભરવાની કોઇ પણ જરૂર નથી હિંમત રાખીને એક વાર ડોક્ટરની વિઝીટ અવસ્ય લો. ડો.આસિફને તમે કોઇ પણ કામ માટે 24 x 7 ના કોઈ પણ સમયે ફોન કરી શકો છો એ તમારી પૂરેપૂરી મદદ કરશે. આજ રીતે ઝાલોદ નગરના અન્ય ડોક્ટર ગ્રુપ બનાવી નગરના લોકોને થોડો સપોર્ટ અને ગાઈડ કરશે તો ઝાલોદ નગર માટે ખુશીની વાત છે. તેવું તેમનું કહેવું છે. વધુમાં આવા કપરા સમયમાં ડોક્ટરો પોતાની જાનને જોખમમાં નાખી ને તમને પૂરી સેવા આપે છે. તો તેમને દરેક લોકો પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરી મદદ કરવી જોઈએ.