દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના દાતીયા ગામે ગઇ કાલ સાંજના છ વાગ્યાના અરસામા શારદાબેન અમલીયાર દ્વારા ધરમા ચુલા ઉપર દાળ મુકી ચુલો સળગાવી હેડપંપ ઉપર પાણી ભરવા ગયા હતા તેવામા અચાનક ધરમા આગ લાગી જતા બુમાબુમ થતા રમેશ ભાઇ તથા અન્ય લોકો દોડી આવેલ પરંતુ ધરની ફરતે લાકડાની રેણ તેમજ ઢોરો બાંધવા બનાવેલ ડાગળો નીચે પડતા નીચે બાંધેલ ઢોરોમા બે બળદ બે વાછરડા તથા એક ગાય આગ ની લપેટ મા આવી જતા બળી ને ભડથુ થઇ ગયેલ તેમજ ધર મા રાખેલ ધરવખરી સહીત તમામ બળી જતા સત્વરે ફાયર ફાઈટર ને જાણ કરતા દોડી આવી હતી તેમજ પાથમિક તબક્કે રૂપિયા બે લાખ થી વધુ નુ નુકસાન થયા હોવાનું જાણવા મળેલ છે આ અગે લીમડી પોલીસે જાણવાજોગ દાખલ કરી એફએસેલ ટીમ ની મદદત લીધી છે.
ઝાલોદના દતિયા ગામે એક ઝ્હુપામાં આગ લગતા પશુઓ અને ઘરવકરી બળીને ખાખ
RELATED ARTICLES