રણીયાર ગામના સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ શોધી નીકાળ્યો.
ઝાલોદ તાલુકાના માછણ ડેમ ખાતે સોમવારે ઝાલોદની આઇ.પી.મીશન સ્કૂલમાં અભ્યાસ કરતા ત્રણ જેટલા વિદ્યાર્થીઓ માછણ ડેમ ખાતે ફરવા માટે ગયા હતા ત્યારે તેઓ ડેમના પાણીમાં નાહવા પડતા એક કિશોર ધો.૧૦માં અભ્યાસ કરતો યશકુમાર સુરેશભાઈ ખરાડી ઉ. વર્ષ.૧૫ રહે પીપળી ફળિયા ,ગામ – વગેલાનો કિશોર ઊંડાણમાં ઘસી જવાથી ડૂબી જવા પામ્યો હતો. તે ઘટના બાદ તાત્કાલિક વહીવટી તંત્ર અને લીમડી પોલીસને જાણ પડતા PSI એમ.એલ. ડામોર સહિત સ્થાનિક રણીયારના સરપંચ જયેશભાઈ ભાભોર ઘટના સ્થળે પહોંચી ઝાલોદ અને દાહોદના ફાયર વિભાગના કર્મીઓની મદદ લઈ શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું સાંજ સુધી ડૂબી ગયેલ કિશોર મળી ન આવતા તંત્ર દ્વારા સત્વરે NDRF ટીમની મદદ માંગતા વડોદરાની ટીમ બીજા દિવસે સવારે ઘટના સ્થળે આવી પહોંચી હતી સાંજ સુધી તપાસ કર્યા છતાં ડૂબેલ કિશોરનો મૃતદેહ મળી આવ્યો ન હતો ત્યારે ત્રીજા દિવસે ફરીવાર NDRF ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ ફરી વાર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. રેસ્ક્યુ દરમિયાન NDRF દ્વારા ડીપ ડ્રાઈવ અને અત્યાધુનિક સર્ચ કેમેરાનો ઉપયોગ કરી સ્થાનિક માછીમારોને બોલાવી તેઓની મદદ લઈ બપોરના સમયે ડૂબી ગયેલ કિશોરનું મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી હતી. પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી લીમડી સી.એચ.સી ખાતે પેનલ પી.એમ.કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.