NewsTok24 – Pritesh Panchal – Zalod
ઝાલોદના મુવાડા પાસે ટ્રકની બ્રેક ફેલ થતાં 3 લોકોના મોત જેમાં રાજસ્થાનના ૧ મજુર અને ૧ ડ્રાઈવરનુ તો મોત નીપજ્યું હતું. પરંતુ 2 રાહદારી પણ ટ્રકની અડફેટે આવતા તેનુ પણ મોત નિપજ્યું છે. જેમાં જાણવા મળ્યું હતું કે ટ્રક મુવાડા ટીટોડીઆશ્રમ પાસેથી સિમેન્ટ ભરી રાજસ્થાન જતી વખતે ટ્રકની બ્રેક ફેઇલ થતા મુવાડા પાસે લીમડાના ઝાડ સાથે રોકવાની કોશિશ કરી હતી અને ટ્રક લીમડાના ઝાડ સાથે ધડાકાભેર ભટકાતા લીમડાનુ ઝાડ ઉપરથી ટુટતા ટ્રકના કેબીન ઉપર પડતા ટ્રકમાં બેઠેલા ૧ મજુર અને ડ્રાઈવર સહિત ૧ રાહદારીનુ પણ કરુણ મોત નિપજ્યું છે.
આ અકસ્માત થતા ટ્રકે વીજ થાંભલાને પણ અડફેટે લીધો હતો જેના કારણે ઝાલોદ માં દોઢ કલ્લાક લાઈટો હતી અને નેશનલ હાઇવે પણ બંધ રેહતા ટ્રાફિક ઝામ થઇ ગયો હતો અને ગાડિયો ની કતારો બંને બાજુ થઇ હતી. જેને વીજ લાઇન નું સમારકામ કરી પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.