Friday, January 3, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદના યુવાને ઝાલોદ નગર, માતાપિતા અને સમાજનું ગૌરવ વધાર્યું

ઝાલોદના યુવાને ઝાલોદ નગર, માતાપિતા અને સમાજનું ગૌરવ વધાર્યું

 દ્રઢ સંકલ્પ હોય જીવનમાં તો બધું શક્ય છે.

‘મન હોય તો માળવે જવાય’ આ પંક્તિને સિધ્ધ કરતા ઝાલોદ નગરના યુવાને બરોડા ખાતે હાફ મેરેથોન દોડને સફળતા પૂર્વક પૂર્ણ કરી નગરનું ગૌરવ વધાર્યું, બસ આટલું જ નહીં. સાયકલીંગ, નિયમિત દોડ અને કસરત કરી ત્રણ મહિનામાં 29 કિલો વજન ઓછું કર્યું.

ઝાલોદ નગરના યુવાન શ્રીરામ નાથુભાઇ અગ્રવાલ જે હાલ વડોદરામાં રહે છે અને પોતાનું રેડીમેડ કાપડનો વ્યવસાય કરે છે. શ્રીરામ નું વજન ૧૧૩ કિલો હતું. તેનાથી તેઓ ખૂબ ચિંતિત હતા. ઘણા લોકો એવું જ માનતા હતા એનાથી એક કિલો પણ વજન ઓછો ન થઈ શકે. પરંતુ તેઓને પોતાના પર ખૂબ ભરોશો હતો. તેઓએ પોતાનું વજન ઉતારવા માટે દ્રઢ સંકલ્પ કર્યો અને પોતાના પર કામ શરૂ કર્યું. “૧૫ જુલાઇના રોજ ૧૧૩ કિલો વજન અને ૬ નવેમ્બરે તેમનો વજન સીધું ૮૪ કિલો”. રોજ રનીંગ, વોકીંગ, સાયકલીંગ અને કસરત દ્વારા દ્રઢ સંકલ્પથી ૨૯ કિલો જેટલું વજન ઓછું કર્યું. છેલ્લા ૯૦ દિવસોમાં તેમણે ૨૫૦૦ કિલોમીટરની સાયકલીંગ અને ૨૫૦ કિલોમીટરની રનીંગ કરેલ છે. તેઓ સમાજમાં એક મિસાલ તરીકે ઉપસી આવેલ છે જો કોઈ પણ કાર્ય કરવાનો દ્રઢ સંકલ્પ હોય તો તે આપણે કરી જ શકીયે. તેઓએ બરોડા ખાતે યોજાયેલ હાફ મેરેથોન દોડનો ૨૧.૧ કી.મી લક્ષ્યાંક ફક્ત ૩:૩૦ કલાકમાં પૂર્ણ કર્યો, સાથે સાથે ૨૦૦ કિ.મી સાયકલ રાઇડનો લક્ષ્યાંક તેમણે ફક્ત ૭:૪૦ કલાકમાં પુરો કર્યો.

કહેવાનો મતલબ ખૂબ જ ટૂંકા ગાળામાં આટલી મોટી સફળતા મેળવવી એ નાની વાત નથી. કાંઈક કરવાનું જનુન હોય અને તેને એક્શનમાં લેવાની તૈયારી હોય તો કોઇ પણ લક્ષ્યાંક તમે પાર કરી શકો. તેનું જીવંત ઉદાહરણ શ્રીરામ અગ્રવાલ છે. જેણે લોકો એવું કહેતા હતા કે ‘તારાથી નહીં થઈ શકે, એજ આજે કહે છે કે તું ધારે તે તારાથી થાય’ આગામી ૧૨ નવેમ્બરે તેઓ બરોડા, ઝાલોદ, સારંગી થઇ ઉજ્જૈન ૩૯૫ કિ.મી સાયકલ રાઈડ કરવાના છે. આગામી મેરેથોન દોડ તારીખ 08-01-2023 ના રોજ બરોડા ખાતે યોજાવાની છે તેમાં તેઓએ રજીસ્ટેશન પણ કરી દીધેલ છે અને તેઓ તેમા પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપવા માટે ઉત્સુક છે.

તેમની આ સફળતામાં તેમના માઁ-બાપ, મીત્રો અને જીવન સંગીનીનો ખૂબ મોટો ફાળો છે. તેઓનાં સહકાર અને મોટિવેશનથી તેમણે સફળતા પ્રાપ્ત કરેલ છે. શ્રીરામ અગ્રવાલ ના જીવનમાં અને તેમની તંદુરસ્તીમાં કોઈ જ ફર્ક નથી પડ્યો. તેઓ પોતાના આ સુંદર કાર્યથી તેમના સમાજ અને જીવનમાં આગવી ઓળખ ઉભી કરી છે. તેઓ સાથે વાતચીત કરતાં તેઓએ એમ કહ્યું કે માત્ર ઈચ્છા રાખવાથી કઈ નહીં થાય, મહેનત કરની પડેગી. સંઘર્ષ કરને સે પરીણામ આપકે પક્ષ મેં હી આયગા. તેઓ પોતાની સાથે મોટું વર્તુળ બનાવા ઇચ્છે છે જે તેમને સદા પ્રેરિત કરે અને તેઓ પણ સદા કોઈ તેમના પાસે માર્ગદર્શન માંગે તો તેના માટે તેઓ સદા તૈયાર છે તેમ તેમણે કહ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments