Thursday, October 31, 2024
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદના લીમડી નજીક બિલવાણી ગામમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનુ ભવ્ય આયોજન

ઝાલોદના લીમડી નજીક બિલવાણી ગામમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનુ ભવ્ય આયોજન

 

  • રાષ્ટ્ર કલ્યાણ અને રામ મંદિર નિર્માણ હેતુ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનુ ભવ્ય આયોજન
  • સહસ્ત્ર ચંડી મહાયજ્ઞમા દાહોદ જીલ્લા માથી 51 જોડા યજ્ઞ મા બેસશે.
  • મહાયજ્ઞમા ખાસ બનારસ, ઈન્દોરથી 21 જેટલા મહાન વિદ્વાન પંડિતો દ્વારા પુજા હવન કરાવાશે. તથા દેશભરમાંથી સંતો મહંતો પધારશે.
  • ખાસ કરીને 4 એકર જગ્યામા આ મહાયજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ છે

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામ નજીક બિલવાણી ખાતે પ્રવર્તમાન સંજોગો અને ખાસ કરીને ભારત વર્ષમાં સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લોક કલ્યાણ શ્રી રામ મંદિર નિર્માણ હેતુ એકાદશ કુંડીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 16 મી જાન્યુઆરી થી 21 મી જાન્યુઆરી દરમિયાન આ યજ્ઞમાં ગ્રહો અને નક્ષત્ર પ્રમાણે 11 જેટલા યજ્ઞ કુંડ બનાવવામાં આવેલ છે. જેમા સવાર ના 10:00 કલાક થી બપોર ના 3:00 કલાક સુધી યજ્ઞમાં દરરોજ 51 જેટલા જોડા (યજમાન) તરીકે બિરાજમાન થનાર છે.

બિલવાણી ગામે યજ્ઞની શરૂઆત 1001 દુર્ગા સપ્તસતી પાઠથી કરવામા આવ્યુ છે. આ જગ્યામાં ખાસ બનારસ ઇન્દોર થી પધારેલ 21 જેટલા પંડિતો દ્વારા પૂજા હવન કરાવનાર છે. આ યજ્ઞમાં આચાર્ય પદ વેદ પાઠી વિધાન બ્રાહ્મણ શ્રી પ્રવીણ પુરોહિતજી ઉજ્જૈનના સાનીધ્યમા મહાયજ્ઞ યોજાશે. આ મહાયજ્ઞ મા ખાસ કરીને દેશભર માથી સંતો, મહંતો, મંડલેશ્ર્વર, મહામંડલેશ્વર ના મહાનુભાવો પણ પધારનાર છે.

આ છ દિવસીયા યજ્ઞમાં ગુજરાત સરકારના મંત્રીઓ, ધારાસભ્ય, સાંસદ વગેરે પણ ઉપસ્થિત રહેનાર છે. શાસ્ત્ર અને ધર્મગ્રંથોના નિર્દેશ મુજબ ચાર એકર જમીનમાં યજ્ઞ શાળા બનાવવામાં આવી છે. જેમાં મંદિર, ગૌશાળા, સંતફૂટીર, ભોજનશાળા વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં આસપાસના ગામના તેમજ જીલ્લાભરમાંથી લોકો ભાગ લેનાર છે.

આ મહાયજ્ઞમાં પ્રથમ દિવસે પ્રાયશ્ચીત કર્મ, દસ વિધિસ્નાન, શોભાયાત્રા, મંડપ પ્રવેશ તથા મંડળ સ્થાપના યોજાશે.

જયારે બિજા દીવસે અગ્નિ સ્થાપના, મંડળ પુજન, સગ્રહમખ, દુર્ગા સપ્તમી પાઠ, હવન તેમજ સાંજે મહા આરતી કરવામા આવશે.

ત્રીજા દિવસે મંડળ પુજન, સંગ્રામક દુર્ગા સપ્તશતી પાઠ દ્વારા હવન તથા મંડલ આહુતિ તેમજ સાંજે 7:00 કલાકે મહા આરતી તેમજ ભજન સંધ્યા રાત્રે 8:00 વાગ્યાથી શરૂ કરવામાં આવશે તેમજ ચોથા દિવસે મંડળ પૂજન સંગ્રહ્મક લલિતા સહસ્ત્ર નામાવલી દ્વારા હવન તથા દુર્ગા સપ્તમે પાઠ દ્વારા હવન સાંજે 7:00 વાગે મહા આરતી તેમજ રાત્રે ડાયરો વિજય ગઢવી કલાકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે.

પાંચમા દિવસના દિવસે મંડળ પૂજન સગ્રહમખ દુર્ગાસપ્તશતી પાઠ દ્વારા હવન તથા મંડળ આહુતિ સાંજે 7:00 વાગે મહા આરતી તેમજ તે દિવસે સૌભાગ્યવતી અને કન્યા પૂજન નું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ જ રાત્રી દરમિયાન સુંદરકાંડનુ પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

છઠ્ઠા દિવસના અંતે પૂર્ણાહુતિ. જેમાં મંડળ પૂજન ગ્રહશાંતિ હવન 10 દીકપાલ,બલી ક્ષેત્રપાલ, બલિપ્રધાન વસોધારા તથા મહાઆરતી કર્યા બાદ પૂર્ણાહુતિ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments