THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં મુખ્ય મથક ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી અલીફનગર સોસાયટીમાં ગત તા.૧૨/૦૮/૨૦૨૦ ના રોજ બનાવેલ નવીન રોડ તોડી નાખતા સોસાયટીમાં આવવા જવા માટેની તકલીફ પાડવાંથી સોસાયટીના લોકોનો આક્રોશ.
ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી અલીફનગર સોસાયટીમાં ૧૨/૦૮/૨૦૨૦ ના રોજ નગરપાલિકા દ્વારા RCC રોડ બનાવવામાં આવેલ. અને કોઈક કારણોસર આ નવીન રોડ આશરે ૨૫ દિવસ પહેલા તોડી નાખતા સોસાયટીમાં આવવા જવાની તકલીફ પડવાંથી સોસાયટીના લોકોનો આક્રોશ જોવા મળતાં નગરપાલિકાને મૌખિક – લેખિતમાં જાણ કરવા છતાં મગનું નામ મરી લેવા તૈયાર નથી. સોસાયટીમાં રહેતા નાના બાળકો અને ઉંમર લાયક વ્યક્તિઓ પણ રહે છે. જેને RCC રસ્તા પર આવવા જવા માટે બહુ તકલીફ પડી રહી છે, ત્યારે નગર પાલિકા દ્વારા સત્વરે આ RCC રોડનું રીપેરીંગ કામકાજ કરી આપવામાં આવે એવી અલીફ નગર સોસાયટીના લોકોની માંગ છે. જો તેમ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.