દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઝાલોદ મુકામે એહમદી ફલોર મીલ નામે અનાજ દળવાની ઘંટી છે. ગત તા.૨૪/૦૬/૨૦૨૧ ના રોજ સાંજના સમયે એહમદી ફલોર મીલ (અનાજ દળવાની ઘંટી) ના મલિક બંધ કરી તેઓના ઘરે જતા રહેલ. જે સમય તેઓએ દુકાનના ગલ્લામા અંદાજીત રોકડ રકમ ₹.૩૦,૦૦૦/ જેટલી મુકી રાખેલ હતી. જેમાં આજે તા.રપ/૦૬/ર૦૨૧ ના રોજ સવારે તેઓએ પોતાની ફલોર મીલ (અનાજ દળવાની ઘંટી) ખોલેલ તો તેઓને જાણવા મળેલ કે ફલોર મીલનો પાછળનો જે લાકડાનો દરવાજો અને તેને લોક મારેલ હતો તે તુટેલ હાલતમાં મળી આવેલ, જે બાદ તેઓએ અંદર જઈને ગલ્લામાં તપાસ કરતા ગલ્લો પણ તુટેલ હાલતમાં મળી આવેલ અને તેમા રહેલ અદાજીત રોકડ રકમ ₹.૩૦,૦૦૦/- મળી આવેલ ન હતા. જેથી આ રોકડ રકમ રાત્રીના સમય દરમ્યાન કોઈક અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયેલ હોવાનું માલુમ પડતા અહેમદી ફ્લોર મીલ ના મલિક દ્વારા પોલીસ ફરીયાદ કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરેલ.
ઝાલોદની એહમદી ફલોર મીલ (અનાજ દળવાની ઘંટી) ના ગલ્લામાંથી અજાણીય ચોર દ્વારા ₹. 30,000/- ની ચોરી, પોલીસ ફરિયાદ નોંધાઇ
RELATED ARTICLES