KEYUR PARMAR- DAHOD
- બાળકમાં સંસ્કારોનું સિંચન ઘડતર અને ઉજજવળ ભવિષ્ય માટે શિક્ષણ જ મહત્વનું છે. આજના ઝડપી વિૅજ્ઞાન ટેકનોલોજીના યુગમાં શિક્ષણ હશે તો જ સારું જીવન સાર્થક થઇ શકશે.
- પ્રવેશોત્સવ કન્યા કેળવણી રથ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો થકી સાક્ષરતા દર એકદમ વધ્યો છે. : કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર
રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનો નગરપાલિકા – શહેરી વિસ્તારનો બીજા તબક્કાનો તા. ૨૨-૦૬-૨૦૧૭ થી તા. ૨૪-૦૬-૨૦૧૭ દિન સુધી યોજાનાર છે. જેનો આજે શુભારંભ ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં ભારત સરકારના આદિજાતિ વિકાસ બાબતોના રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે તથા દાહોદ જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડના હસ્તે કરવામાં આવ્યો.
ઝાલોદ નગરપાલિકા વિસ્તારની ઢાડિયા અને કાંકરાડુંગરા પ્રાથમિક શાળાના ધો.૧ ના ૬૦ બાળકોને દફ્તર અને ચોકલેટ આપી પ્રવેશ અપાવતાં કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતુ કે પૂ. મહાત્મા ગાંધીજીએ ભારત દેશનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવું સ્વપ્ન જોયુ હતુ. તેઓના અધુરા સ્વપ્નને સાકાર કરવા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીએ ૨૦૦૩ના વર્ષથી વિવિધ અવનવા શૈક્ષણિક કાર્યક્રમો ગુજરાતમાંથી શરૂ કર્યા હતા. તેના થકી સાક્ષરતાનો દર એકદમ ઉંચો આવ્યો છે. ડ્રોપાઆઉટ રેશીયો એકદમ નહિવત થઇ ગયો છે. વ્યકિતના સાર્વાંગી વિકાસ માટે, આજના ઝડપી હરણફાળ ભરતા વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં શિક્ષણ અતિ આવશ્યક છે. બાળકોમાં સંસ્કારોનું ચિશ્ન કરવા તેના ઘડતર માટે અને તેના ઉજજવળ ભવિષ્ય માટે શિક્ષક,સમાજ અને સરકારનો પંચ પ્રયાસ હશે તો જ સરકારનો મૂળભૂત હેતુ સિધ્ધ થઇ શકશે તેમ શ્રી ભાભોરે ટકોર કરતાં વાલીઓ પોતાના બાળક માટે હંમેશાં જાગૃતત્તા કેળવી પૂરેપુરૂં શિક્ષણ અપાવવા તત્પર રહે તેમ જણાવ્યું હતું.
વધુમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી ભાભોરે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજય સરકાર છેવાડા આદિવાસી પછાત બક્ષી પંચના બાળકો ઉચ્ચ અભ્યાસ મેળવી આગળ વધે તે માટે વિજ્ઞાન શાળા, કોલેજો શરૂ કરી છે. દાહોદ ખાતે ફિજીયોથેરાપી કોલેજ, એગ્રીકલ્ચર કોલેજ, પોલિટ્રેકનિક, એન્જીનીયર, નિર્સંગ કોલેજ વગેરે શરૂ કરી અને અહીંનો આદિવાસી વિધાર્થી ડોકટર બની શકે તે માટે દાહોદ ખાતે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મેડિકલ કોલેજની પણ મંજુરી આપી છે. તેનો શ્રી ભાભોરે ઉલ્લેખ કર્યો હતો.