દાહોદના ઝાલોદ ખાતે આજે તા.૨૫/૧૧/૨૦૨૨ ને શુક્રવારના રોજ યોજાયું વિજય સંકલ્પ સંમેલન. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ સભાની શરૂઆત ઝાલોદના ભાજપના ઉમેદવાર મહેશ ભુરીયાના સ્વાગત પ્રવચન થી કરવામાં આવી હતી. તેમને લોકોને પોતાને જીત અપાવવા માટે અપીલ કરી હતી અને ત્યારે બાદ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરએ કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી દેશની સુરક્ષા, સલામતી અને આતંકવાદને નાબુત કરવાવાળા આપણા દેશના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ટૂંક સમયમાં આવી રહ્યા છે ત્યારે હું તેમનું હાર્દિક સ્વાગત કરું છું.
કેન્દ્રીય ગૃહ મંત્રીની ગર્જના કોંગ્રેસીયાઓએ કોઈ વિકાસ કર્યો નથી વિકાસ તો માત્ર નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે.
આદિવાસી વિસ્તારોમાં મોદી સરકારએ કામ કર્યા મિત્રો ગુજરાતમાં કોંગ્રેસની છેલ્લી સરકાર હતી ત્યારે કોંગ્રેસીઓએ માત્ર 900 કરોડ બજેટમાં ફાળવ્યા હતા હમણાં ભુપેન્દ્ર પટેલની સરકારે 1લાખ કરોડ ફાળવ્યા છે.
કોંગ્રેસીયાઓના જમાનામાં આ વિસ્તારોમાં 24 કલાક વીજળી આવતી નહોતી માત્ર ત્રણ ચાર કલાક વિજળી આવતી પણ આ 24 વીજળી આપવાનુ કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે
ઊંચ શિક્ષણ માટે આદિવાસીઓ માટે જુદા જુદા પ્રકલ્પો આપવાનુ કામ પછી એ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી હોય કે બીરસા મુંડા યુનિવર્સિટી હોય તે તમામ શૈક્ષણિક ક્ષેત્રે આદિવાસીઓ પણ પહેલી હરોળમાં આવે તેવા કામ આ ભાજપની મોદી સરકારે કર્યા છે
માતા બહેનો તમે મોટી સંખ્યામાં અહી બેઠા છો તો હું પૂછવા માંગુ છું કે જો કોંગ્રેસની સરકાર હોત તો તમને કોરોનાની રસી મૂકાતી ? અરે રસી બનતી જ નહી, આ તો મોદી સરકાર હતી જેને રસી બનાવી અને મફત રસી મુકાવી.
જેવી રસીની શોધ થઈ રાહુલ બાબા કહે કે આ રસી ના મૂકાવતા. આ તો મોદી રસી છે મોદી રસી છે. પછી એક દિવસ રાહુલ બાબા પણ પોતે કોરોના ન થાય તે માટે રસી મુકાવી આવ્યા.
બીજું તમે જ કહો કે હમણાં કોંગ્રેસી રાજમાં હોત તો તમને આ મફત અનાજ મળ્યું તે અનાજ પણ ના મળતું અને તેમના મળતિયા કોંગ્રેસીયાઓ જ ખાઇ જતા. ગુજરાતમાં 2002માં કોંગ્રેસીયાઓએ એકવાર ભૂલ કરી રમખાણો કરાવ્યા ત્યારે જ તેમને સબક મળી ગયો ત્યાર પછી અત્યાર સુધી કોઈ પણ રમખાણો નથી થયા. કોઈ કરફ્યુ પણ ગુજરાતમાં નથી લાગ્યો
હું એમ પૂછું છું કે મારી એક વાત માનસો તો ભાઈ આપણે એક વખત મહેશ ભુરીયા, જસવંતસિંહ, ભુપેન્દ્રભાઈ, અને નરેન્દ્રભાઈનું કમળ એક લાઈનમાં થઈ જાય તો કામ થાય કે નઈ ? તો મોકલી આપો હું તમને વચન આપુ છું ઝાલોદ માટે સૌથી મોટું પેકેજ હું તમને વિકાસ માટે આપીશ પણ એક વખત મહેશ ભુરીયા ને ભુપેન્દ્રભાઈ પાસે પહોંચાડી દો બસ આટલું કરો , બાકીનું તમારા માટે હું કરીશ
રાહુલ બાબા જ્યારે પાર્ટી અધ્યક્ષ હતા ત્યારે રામ મંદિર ઉપર મને સવાલ પૂછતા હતા ને કહેતા કે મંદિર વહી બનાયેંગે તારીખ નહિ બતાયેંગે તો રાહુલ બાબા સાંભળો સાંભળો 1 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા પહોચજો ત્યાં ગગન ચુંબી રામ મંદિર તૈયાર હશે.