THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખરસાણાની ખરસાણા મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ – ૧ થી ધોરણ – ૮ માં અભ્યાસ કરતી તમામ ૨૭૫ કન્યાઓને શાળાનાં આચાર્ય અરવિંદભાઈ ચારેલ દ્વારા આજે તા.૨૬/૦૮/૨૦૨૧ ને ગુરુવારના રોજ ચંદનના રોપાની અનોખી ભેટ આપવામાં આવી હતી. આ તમામ કન્યાઓનાં ઘરે ચંદનનાં રોપા રોપી તેનાં ઉછેર બાબતે તેઓ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન કન્યાઓને આપવામાં આવ્યું હતું. અને સાથે સાથે કહ્યું કે ચંદનના રોપા ઉછેરવાથી પર્યાવરણની જાળવણી તો થશે જ, અને તેની બીજી બાજુ ચંદન પરિપક્વ થતાં તેની ઉપજથી તમારા ઉચ્ચ શિક્ષણમાં મદદરૂપ પણ થશે. આમ આ શાળાના આચાર્ય દ્વારા કન્યાઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી ચંદન ના રોપાનું વિતરણ કતી અનોખી પહેલ કરી હતી.