ચીત્રોડીયા મુકામે થી ૮૬૭૦૦ નો મુદ્દામાલ અને ચાકલીયાના વગેલા મુકામે થી ૮૩૨૦૦ નો મુદ્દામાલ ઝડપાયો
આવનાર તહેવાર અને આવનાર ચૂંટણીને અનુલક્ષીને ગેરકાયદેસર રીતે દારુ ની હેરફેર તેમજ ગુનાહિત પ્રવૃત્તિ કરનાર લોકો પર સમગ્ર પોલીસ તંત્ર નજર રાખી રહ્યું છે. ત્યારે ઝાલોદ નગરમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ પરથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. તે અનુસંધાને દાહોદ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા બાતમીના આધારે રાજસ્થાન ખાતે આવેલ ડુંગરા મુકામેથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ઠુંઠી કંકાસીયા થઇ ચિત્રોડીયા બાજુ આવનાર છે. તેવી બાતમી આધારે વિદેશી દારૂના જથ્થા સાથે બે મોપેડ પર બે ઇસમો તથા એક બાળ કિશોરને ઝડપી પાડવામાં આવેલ છે પુખ્ત વયના બંને આરોપી માંડલી ખૂટા ના વતની છે તેમની પાસેથી ૩૬૭૦૦ નો દારૂ તેમજ ૫૦૦૦૦ ની મોપેડ થઈ ૮૬૭૦૦ નો મુદ્દામાલ ઝડપી આગળની તપાસ હાથ ધરેલ છે.
બીજો બનાવ પોલિસને બાતમીના આધારે રાજસ્થાનના ડુંગરા મુકામે થી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઠુંઠી કંકાસીયા મહુડી થઈ પેથાપુર જનાર છે તેવી માહિતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચને મળેલ હતી તે આધારે વોચ ગોઠવતા ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વગેલા ગામે પલ્સર મોટરસાયકલ ઉપર ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારુ ૫૮૨૦૦ તેમજ મોટર સાયકલની કીમત ૨૫૦૦૦ થઇ ૮૩૨૦૦ નો મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.