THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં આજે તા.૨૪/૦૬/૨૦૨૦ ને બુુધવારને સળંગ બીજા દિવસે ૦૧ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે.
આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૪૬ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૨૪/૦૬/૨૦૨૦ ને બુધવારના રોજ બધાના સેમ્પલ આવ્યા જેમાં ૪૫ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૧ વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, આ વ્યક્તિ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થાળા ફળીયા, ડુંગરીના સુખરામ બાબુભાઇ નિનામા ઉ.વ. – ૨૫ વર્ષ. તેઓ ગત તા.૧૫/૦૬/૨૦૨૦ ના રોજ સુરત મુકામેથી આવેલ હતા. આ વ્યક્તિમાં કોરોના પોઝીટીવના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને તેઓનો રિપોર્ટ આજ રોજ આવતા તે કોરોના પોઝીટીવ જાહેર થતા તેઓને ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. આ ભાઈ કોના કોના સંપર્કમાં આવ્યા છે તેની તપાસમાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ જોતરાઈ ગઈ છે. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
THIS NEWS POWERED BY –– PHONE WALE
દાહોદમાં અત્યાર સુધીમાં આજના ૦૧ કોરોના પોઝીટીવ સાથે કુલ ૪૮ કેસ નોંધાઈ ચૂક્યાં છે જેમાંથી કુલ ૪૨ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે જેથી કુલ એક્ટિવ કેસની સંખ્યા ૦૬ થઈ ગઈ છે.