Wednesday, December 4, 2024
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભૂરિયાને હસ્તે માંડલીખુંટા ખાતે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ...

ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભૂરિયાને હસ્તે માંડલીખુંટા ખાતે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ખુલ્લુ મુકાયું

  • જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં માર્ગદર્શન હેઠળ યોજાયો વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન.
  • મહેશભાઈ ભુરીયા ઝાલોદ તાલુકા ધારાસભ્ય બન્યા બાદ સહુ પ્રથમ મુલાકાતમાં મુનખોસલા સ્કૂલની, વિવિધ કામગીરી માટે 21,00,000 રૂપિયા ફાળવ્યા.

ઝાલોદ તાલુકાના માંડલીખુટા મુકામે જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ માર્ગદર્શિત તાલુકા શિક્ષણ સમિતી ઝાલોદ અને બી.આર.સી. ભવન ઝાલોદ દ્વારા આયોજિત માંડલીખુંટા મુકામે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન સ્કૂલ કમ્પાઉન્ડમાં યોજાયું.

ઝાલોદ તાલુકાના ભાજપના ધારાસભ્ય બન્યા બાદ મહેશભાઇ ભૂરિયા સહુ પ્રથમ વાર માંડલીખુટા મુકામે વિજ્ઞાન મેળા પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા હતા. ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા આવતા તેમને આદિવાસી નૃત્ય અને ઢોલ નગારા સાથે દરવાજા પરથી મંચ સુધી આવકારવામાં આવ્યા હતા. ત્યાર બાદ ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા દ્વારા અને અન્ય ઉપસ્થિત લોકો સાથે સરસ્વતી પૂજન કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતુ, સ્કૂલની બાળાઓ દ્વારા સુંદર પ્રાર્થના કરવામાં આવી હતી અને પછી એક સુંદર સ્વાગત ગીત સ્કૂલના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયા દ્વારા પ્રથમ ધન્વંતરી આરોગ્ય રથનું પૂજન અર્ચન, નારિયેળ તેમજ રીબિન કાપી લોકોની સેવા માટે ઝંડી આપી આરોગ્ય રથની સેવા લોકો માટે ખુલ્લી મૂકી હતી.

ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ વખત માંડલીખુંટા ગામે સ્કૂલના પ્રોગ્રામમાં આવતા શિક્ષક ગણ, ગ્રામજનો તેમજ અન્ય આવેલ મહેમાનોએ મહેશભાઈ ભૂરિયાનું સ્વાગત પુષ્પગુચ્છ, શાલ ઓઢાડી તેમજ ભોરીયું પહેરાવી અને આકર્ષક ગિફ્ટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શિક્ષક ગણ દ્વારા ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ શિતલબેન વાઘેલાનું પણ પુષ્પગુચ્છ, શાલ ઓઢાવી તેમજ આકર્ષક ગિફ્ટ આપી તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમજ સ્ટેજ પર આમંત્રિત સહુ મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
સહુ પ્રથમ નારી શક્તિના રૂપે આવેલ જિલ્લા પંચાયત પ્રમુખ શિતલબેન વાઘેલા દ્વારા તેમના પ્રવચનમાં બાળકોને શિક્ષણ અંગે પ્રોત્સાહિત અને બાળકો સદા નવું શીખી આગળ વધે તે માટે તેમને પ્રોત્સાહન આપ્યું હતું.

ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધનથી સહુનું સ્વાગત કર્યું અને બાળકોને પણ પ્રોત્સાહિત કર્યા હતા. મહેશભાઈ ભૂરીયા દ્વારા સહુ બાળકોને ડાયરી અને પાણી પીવાની બોટલ ગિફ્ટ આપી હતી. તેમજ શિક્ષકોને પણ ડાયરીઓ ગિફ્ટમાં આપી હતી. તેમજ બાળકો દ્વારા કરાયેલ અલગ અલગ પ્રોગ્રામમાં પણ બાળકોને રોકડ ઉપહાર આપવામાં આવ્યું હતું.

ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયાએ ૧૫ વર્ષ પછી ભાજપની સરકારમાં તેમને જીતાડવા માટે સહુ લોકોનો આભાર માન્યો હતો. મહેશભાઈ ભૂરિયા દ્વારા ભાજપ સરકારની અલગ અલગ ચાલતી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે સંકલ્પ લીધો હતો. તેમજ ઉપસ્થિત સહુ શિક્ષકોને તેમની સ્કૂલોમાં પડતી અગવડતા તુરંત તેમણે જણાવવા કહ્યું હતું જેથી દરેક સ્કૂલોમાં સારા કાર્યો કરી શકે. તેમજ શિક્ષકોને પણ તેમની સમસ્યા લેખિત જણાવવા કહ્યું હતું જેથી તેઓ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી શકે.

ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા દ્વારા માંડલીખુંટા સ્કૂલના 11,00,000 શાળા માટે, 5,00,000 પીવાના પાણીની સવલત માટે, 5,00,000 સ્કૂલના આર.સી.સી. રોડ માટે એમ 21,00,000 રૂપિયાનું ફંડ ફાળવ્યું હતું. ત્યારબાદ ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયાએ સ્કૂલમાં યોજાયેલ વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણના મેળાનું રીબિન કાપી પ્રદર્શનને ખુલ્લો મુકયો હતો તેમજ દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ સુંદર કામગીરીના વખાણ કર્યા હતા તેમજ બાળકોની સાથે વાતચીત કરી તેમનું મનોબળ વધાર્યું હતું તેમજ તેમના હસ્તે ભાગ લેનાર દરેક સ્કૂલને પ્રોત્સાહિત રૂપે એવોર્ડ પણ આપવામાં આવેલ હતો.

ત્યાર બાદ ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા દ્વારા ઉપસ્થિત સહુ બાળકો, મહેમાનો, શિક્ષકો માટે સુંદર મજાનું જમવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમજ છેલ્લે જતાં જતાં આર.સી.સી. રોડ માટે પૂજા અર્ચન નાળિયેર વધેરી રોડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. અને છેલ્લે ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા દ્વારા ઉપસ્થિત ઝાલોદ તાલુકા ટીચસઁ કો.ઓ. સોસાયટી, તાલુકા પ્રાથમીક શિક્ષક સંઘ તાલુકા શિક્ષક મહાસંઘ, પગાર કેન્દ્રના આચાર્યો, સી.આર.સી.કો.ઓ ના તમામ લોકો, માંડલીખુંટા પ્રાથમીક શાળાના તમામ લોકો તેમજ ઉપસ્થિત તમામ ગ્રામજનો, નગરપાલિકાના સભ્યો, ભાજપના વિવિધ હોદ્દેદારોનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments