ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી. ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા એ તેઓની પ્રતિમા ઉપર ફૂલહાર ચઢાવી વૃદ્ધ મહિલાઓને સાડીઓ ભેટ આપી હતી. અને જાહેર રાજમાર્ગો પર ડો.બાબાસાહેબ આંબેડકર સાહેબની ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. જેમાં 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ આમલીયાર, મહામંત્રી નરેન્દ્ર સોની, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો, સરપંચો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
HomeJhalod - ઝાલોદઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશભાઇ ભૂરિયાની અધ્યક્ષતામાં APMC ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરના જન્મ...