THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ LCB પોલીસ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ટીમે ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની માઉઝર (પિસ્ટલ) તથા એક કારતૂસ સહિત કુલ કિ.₹.૧૮,૨૫૦/- ના મુદ્દામાલ સાથે નાનસલાઈ ગામના એક યુવકને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ઝાલોદ પોલીસને સોંપવામાં આવેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેષ જોયસર તેમજ ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલનાઓએ જીલ્લાના મિલકત સબંધી, શરીર સબંધી તેમજ અન્ય ગુન્હાઓમા નાસતા ફરતા, વોન્ટેડ આરોપીઓને પકડી પાડી અસરકારક કામગીરી કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.
જે અનુસંધાને ગત રોજ દાહોદ LCB P.I. બી.ડી. શાહ તથા LCB P.S.I. પી.એમ. મકવાણા તેમજ પેરોલ ફર્લો સ્કોર્ડના P.S.I. આઇ.એ.સીસોદીયા તેમજ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા L.C.B. સ્ટાફના પોલીસ કર્મચારીઓએ આ દિશામાં ખાનગી બાતમીદારો રોકી અસરકારક અને આયોજનબધ્ધ કામગીરી હાથ ધરેલ હતી. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોર્ડ P.S.I. આઈ.એ. સીસોદીયાને ગુપ્ત માહિતી મળી હતી કે, ઝાલોદ તાલુકાના નાનસલાઈ પીકઅપ સ્ટેન્ડ નજીક એક ઇસમ પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી વેચવાની પેરવીમાં ફરે છે. જે મળેલ બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડ અને L.C.B. સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઇ વર્ણનવાળા ઇસમને ઝડપી પાડી તેની પુરપરછ કરતા તેણે પોતાનું નામ પ્રજેશકુમાર અશ્વિનભાઈ જાતે.પટેલ રહે.નાનસલાઈ, પેટ્રોલ પંપની બાજુમાં, તા.ઝાલોદ, જી.દાહોદનો હોવાનું જણાવેલ. પોલીસે તેની ઝડતી તપાસ કરતા તેના પેન્ટના કમ્મરના ભાગે ખોસી રાખેલ એક ગેરકાયદેસર હથિયાર માઉઝર (પિસ્ટલ) તથા તેના પેન્ટના ખિસ્સામાંથી એક કારતુસ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.₹.૧૮,૨૫૦/- ના સાથે મળી આવતા પોલીસે સદર ઝડપાયેલ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ: – પ્રજેશકુમાર અશ્વિનભાઈ જાતે.પટેલ, રહે.નાનસલાઈ, પેટ્રોલ પંપની બાજુમાં, તા.ઝાલોદ, જી.દાહોદ.
પોલીસે કબ્જે કરેલ મુદામાલ: – (૧) ગે.કા.દેશી હાથ બનાવટની માઉઝર (પિસ્ટલ) કિ.₹.૧૫,૦૦૦/-, (૨) કારતુસ નંગ-૧ કિ.₹.૫૦/-, (૩) મોબાઇલ ફોન નંગ-૧ કિ.₹.૩,૦૦૦/-, (૪) ₹. ૨૦૦ ના દરની ચલણી નોટ નંગ-૧ કિ.₹.૨૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.₹.૧૮,૨૫૦/-*
આમ દાહોદ એલ.સી.બી. પોલીસ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ટીમને ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના નાનસલાઈ ગામેથી ગે.કા.દેશી હાથ બનાવટની માઉઝર (પીસ્ટલ) તથા એક કારતુસ સહિત કુલ કિ.₹.૧૮,૨૫૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં મળેલ સફળતા મળેલ છે.