દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ફુલપુરા તળ ગ્રામપંચાયત માં આજે તા.૧૮/૦૬/૨૦૨૨ ને શનિવારના રોજ સવારના ૧૦:૦૦ વાગ્યે એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ, આરોગ્ય, સરકારી યોજનાઓ, મનરેગાનાં કામોની વિગતવાર માહિતી તલાટી દ્વારા આપવા આવી અને આ ગ્રામસભાની મિટિંગ અને મહાનુભાવો દ્વારા ગ્રામજનો વિવિધ પ્રકારનાં સલાહ અને સૂચનો કરવા આવ્યા હતા, અને ગ્રામ પંચાયત સરપંચ હવસિંગભાઈ ભુરીયા દ્વારા અનેક વિકાસનાં કામોની ચર્ચા વિગતવાર કરવામાં આવી હતી અને અનેક યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ સભામાં પંચાયત બોડીનાં સભ્યો અને આરોગ્ય કર્મીઓએ પણ હાજરી આપી હતી.
ઝાલોદ તાલુકાના ફૂલપુરામાં તલાટી અને સરપંચ દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું
RELATED ARTICLES