કુટુંબ કલ્યાણ સ્ત્રી વ્યંધીકરણ કેમ્પનું થયું આયોજન
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, મીરાખેડી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવટ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બારીયાના માર્ગદર્શન હેઠળ નવીન કુટુંબ કલ્યાણ સ્ત્રી વ્યંધીકરણ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા પંચાયત પાવડીના સભ્ય, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. તુષાર ભાભોર, અધિક્ષક ડૉ. પલક તાવિયાડ તેમજ સર્જન ડૉ.મહેન્દ્રસિંહ ડામોર દ્વારા સ્ત્રી વ્યંધીકરણ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ૨૩ જેટલા લાભાર્થીઓના કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવ્યા હતા.
આ દરમ્યાન તાલુકા મેલ સુપરવાઈઝર, તાલુકા હેલ્થ ફીમેલ સુપરવાઈઝર, તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.